જેણે એક સમયે ભારતને ગરીબ દેશ કહ્યો હતો, અંબાણીએ તેને દિકરીના લગ્નમાં ઠુમકા લગાવવા બોલાવી

મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્ન ચાલી રહ્યાં છે એ લગભગ દેશ-વિદેશનાં તમામ લોકોને ખબર છે. બોલિવૂડથી લઈને દેશ-વિદેશનાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આ લગ્નમાં હાજર રહ્યાં હતા અને સંગીત સેરેમનીમાં ભાગ પણ લીધો. પરંતુ એક એવી પરફોર્મર કે જેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેનુ નામ છે બિયોન્સ. ઉલ્લેખનીય છે કે બિયોન્સે ડાન્સ કરવાનાં 15 કરોડ રૂપિયા લીધા છે.

ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં થશે. તૈયારી પણ જોરોછોરોથી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કદાચ થોડા સમય પછી બિયોન્સનાં પરફોમન્સનો વીડિયો વાયરલ થઈ શકે. તેમજ બીજા ઘણા સેલેબ્સનાં પરફોમન્સ પણ જોવા મળ્યાં. એશ્વર્યા અને અભિષેકે ગુરૂ ફિલ્મમા ગીત પર ડાન્સ કર્યો હતો. તેમજ હોટલ ઉદય વિલાસ અને સિટિ પેલેસને પણ ખુબ સુંદર રીતે શણગારવામાં આવ્યુ છે.

અંબાણી પરિવારની લાડલી ઇશા અંબાણીનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન સમગ્ર દુનિયામાં ચર્ચાઇ રહ્યું છે. ઉદયપુરમાં થઇ રહેલા ઇશા-આનંદના આ સેલિબ્રેશનમાં દેશ-વિદેશથી સેલેબ્સ આવી પહોંચ્યા છે.જ્યાં બોલીવુડની મોટાભાગની હસ્તીઓ ધમાકેદાર પર્ફોર્મન્સ આપતાં જોવા મળ્યાં તેવામાં અમેરિકન સિંગર બિયોન્સેએ પોતાના શાનદાર પરફોર્મન્સ આપીને સ્ટેજ પર આગ લગાવી દીધી.બિયોન્સે પોતાના સેક્સી મૂવ્સથી સૌકોઇને પોતાના દિવાના બનાવી દીધાં હતાં.બિયોન્સે પોતાના હિટ ટ્રેક ગલ લેડીઝ, ડ્રંક ઇન લવ, ટેલીફોન, સ્વીટ ડ્રીમ વગેરે ગીત પર પરફોર્મ કર્યુ હતુ. તેની માટે સ્પેશિયલ સ્ટેજ પણ તૈયાર કરાયુ હતું. તેણે ધમાકેદાર લાઇવ પરર્ફોમન્સ આપ્યું.

તેની સાથે આશરે 60 જેટલા ડાન્સર પણ આવ્યા હતાં.આપને જણાવી દઈએ કે અમેરિકન રાજનેતા હિલેરી ક્લિંટન પહેલા જ ઉદયપુર આવી પહોંચ્યા છે. આ સાથે સાથે સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, જ્હોન અબ્રાહમ, પ્રિયંકા ચોપડા, નિક જોનસ, કરિશ્મા કપૂર, અનિલ કપૂર, વિદ્યાબાલન, અભિષેક બચ્ચન-એશ્વર્યા રાય, જયા બચ્ચન, જેકલીન ફર્નાડીઝ, જ્હાન્વી કપૂર સહિત દિગ્ગજ ફિલ્મી હસ્તીઓ પહોંચી ચુકી છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter