GSTV

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટર’ના ડિરેક્ટરો ધકેલાશે જેલમાં, કોંગ્રેસને ભરાવવા જતાં ખુદ ભરાયા

Last Updated on January 2, 2019 by Karan

પ્રસિદ્ધ અભિનેતા અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ ઉપર બનેલી ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટર’ નામની ફિલ્મના ડીરેક્ટર વિજય ગુત્તે અને તેના પિતા રત્નાકર ગુત્તે સામે GSTમાં નકલી ઇનવોઇસ બનાવી ટેક્સ ચોરી કરવાનો આરોપ છે. ઓગસ્ટ મહિનામાં વિજય ગુત્તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે પિતા રત્નાકરને પણ જેલભેગા થવાનો વારો આવ્યો છે. એમની સામે આરોપ છે કે બન્નેએ તેમની કંપની VRG ડીજીટલ કોર્પ પ્રા. લિ.ના નામે આ ચોરી કરી છે. તેમની સામે મુકવામાં આવેલા આરોપ અનુસાર આ કંપનીએ ૧૪૯ જેટલી નકલી ઇનવોઇસ બનાવી કોઇપણ પ્રકારની ચીજ કે સેવાના વેચાણ વગર જ રૂ. ૩૪.૩૭ કરોડની ઈનપુટ ક્રેડીટ મેળવી છે.

ગુત્તેની કંપની હોરાઈઝનની ટોચની ક્લાયન્ટ હતી

મે મહિનામાં હોરાઈઝન આઉટસોર્સ સોલ્યુશન નામની કંપનીના ડીરેક્ટરની ધરપકડ બાદ આ કૌભાંડ સામે આવ્યું હતું. ડીપાર્ટમેન્ટની તપાસ અનુસાર હોરાઈઝન નામની કંપનીએ એનિમેશન અને માણસોની સેવા આપી હોવાના ઓઠા હેઠળ આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ગુત્તેની કંપનીએ જાહેર કરી છે. ગુત્તેની કંપની હોરાઈઝનની ટોચની ક્લાયન્ટ હતી અને તેની પાસેથી રૂ.૨૬૬ કરોડની સેવાઓ મેળવી હતી. જોકે, વાસ્તવિક રીતે આવી કોઈ સેવા આપવામાં આવી નથી અને VRGના માલિકો ગુત્તે વતી રૂ.૨૮ કરોડની રોકડ ક્રેડીટ સરકાર પાસેથી મેળવી આ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું.

વિજય ગુત્તેના પિતા રત્નાકર ગુત્તે સામે લોન ફ્રોડનો પણ આરોપ

ટેક્સ ચોરીના આરોપ પુરવાર થાય તો કસુરવારને પાંચ વર્ષની જેલ અને દંડની જોગવાઈ GST એક્ટમાં  છે. દરમિયાન વિજય ગુત્તેના પિતા રત્નાકર ગુત્તે સામે લોન ફ્રોડનો પણ આરોપ છે. આ માટે પોલીસ કેસ થયેલો છે પણ ગુત્તેની હજી એ કેસમાં ધરપકડ કરવામાં આવી નથી. મહારાષ્ટ્રના પ્રભાની જીલ્લામાં ખેડૂતોના નામે નકલી દસ્તાવેજો બનાવી, ખેડૂતોની જાણ બહાર જ પાંચ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી રૂ.૩૨૮ કરોડની લોન લેવાનું આ એક કૌભાંડ છે. મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે આ કેસમાં તપાસ કરવા પોલીસને આદેશ આપેલો છે.

૨૦૧૪માં ભાજપના સહયોગી  તરીકે ચૂંટણી પણ લડી હતી

રત્નાકર ગુત્તે પ્રભાની જીલ્લામાં ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વગદાર વ્યક્તિ છે. એણે ૨૦૧૪માં ભાજપના સહયોગી  તરીકે ચૂંટણી પણ લડી હતી પણ NCP સામે હારી ગયા હતા. આ બેંક લોનમાં ગુત્તેની કંપની ગંગાખેડ સુગર એન્ડ એનર્જીના નામે મેળવવામાં આવી હતી. ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર’ નામની ફિલ્મ વડાપ્રધાન કાર્યાલયના એ સમયના અધિકારી સંજય બારુંએ આ જ નામથી લખેલા પુસ્તક ઉપરથી બની છે. ફિલ્મમાં ડો. મનમોહન સિંઘ કેવા સંજોગોમાં વડાપ્રધાન બને છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમનો અંગત લાભ માટે કેવો દુરુપયોગ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!