GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

આ ગુજરાત ભાજપનાં નેતા બે હજારના પગારમાંથી 2000 કરોડના માલિક બની ગયા!

બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને રાજ્યના મંત્રી પરબત પટેલ સામે જોખમ ઉભુ થયું છે, કારણ કે અહીંના ભાજપના નેતા શંકર ચૌધરી સામે લોકોને ખૂબ જ ગુસ્સો છે. અહીંના નાગરિકોને લાગે છે કે જો પરબત પટેલ જીતી જશે તો પરબત પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને તેની ખાલી પડેલી પેટા ચૂંટણીમાં શંકર ચૌધરી લડશે અને જીતીને ફરીથી મંત્રી બનશે. જો ચૌધરી વધુ શક્તિશાળી બનશે તો અહીંના લોકોને વધુ દુઃખી કરશે. એવું તેઓ માને છે. આથી જ અહીંના લોકો હવે શંકર ચૌધરીનું પ્રભુત્વ ખતમ કરવામાં લાગી પડયા છે અને કોઈપણ હિસાબે પરબત પટેલ જીતે નહીં તે માટેની તમામ તાકાત લગાવી દીધી છે.

બનાસકાંઠામાં દૂધ મંડળીઓના અગ્રણીઓ તેમજ ખેડૂતો જાહેર સભાઓ યોજી રહ્યા છે. જેમાં તેઓ પીડીત રાહત કૌભાંડ, મગફળી કાંડ, જમીન કૌભાંડ, ડેરીમાં ભ્રષ્ટાચાર, એપીએમસીના ગોટાળા, સબસીડી કાંડ, સિવિલ ખાનગીકરણ, ગેરકાયદેસર ધંધાના ધમાકેદાર, ગાયોની તસ્કરી, બેફામ ભ્રષ્ટાચાર, હપ્તાખોરી જેવી અનેક બાબતોની જાણકારી આપી રહ્યા છે તેમજ કહે છે કે બનાસકાંઠામાં ડર અને લૂંટનું સામ્રાજ્ય ચલાવવા જેની પર સતત આરોપ થતા રહ્યા છે.

Patidar votes bjp

એવા શંકર ચૌધરીને હવે કોઈપણ હિસાબે રાજકારણમાં આગળ આવા દેવાના નથી. આગેવાનોએ તાજેતરમાં જ એક જાહેર સભામાં શંકર ચૌધરી ચોર હે ના નારા લગાવ્યા હતા તેમજ લોકો પાસેથી નારા બોલાવ્યા હતા. તેઓએ ખેડૂતોને એવું કહ્યું હતું કે બે હજાર રૂપિયાનો પગાર માણસ 2000 કરોડનો માલિક થાય તો તેને જ કહેવાય ને તમે બધા કુળદેવી અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખો અને કોઈએ ડરવાની જરૂર નથી. જે લોકો નથી બોલતા તેઓ પણ શંકરચૌધરી ચોર છે ના નારા લગાવે આવું સાંભળ્યા બાદ હાજર રહેતા લોકોએ ખૂબ જ મોટેથી શંકર ચૌધરી ચોર છે ના નારા લગાવ્યા હતા. આ નારા લગાવતી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

READ ALSO

Related posts

કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યુ છે ચીન, સમુદ્રમાં કરી રહ્યુ છે આ તૈયારી

Ankita Trada

આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે લો પ્રેશર, ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના

Nilesh Jethva

અમદાવાદમાં સોમવારથી BRTS સેવાની થશે શરૂઆત, આ નિયમોનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!