GSTV
India News લોકસભા ચૂંટણી 2019

કોણ છે 28 વર્ષનો ‘તેજસ્વી’ યુવાન, જે લડશે BJPનાં દિગ્ગજ નેતા અનંત કુમારની સીટ પરથી

કર્ણાટકની બેંગ્લુરૂ સાઉથ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ યુવા નેતા તેજસ્વી સુર્યાને ટીકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે.તેજસ્વી સુર્યા વ્યવસાયે વકિલ છે અને સાઉથનાં રાજ્ય કર્ણાટકની મહત્વપુર્ણ બેઠક બેંગ્લુરૂ સાઉથ પરથી ટીકિટ આપી છે. બેંગ્લુરૂ સાઉથ સીટ પર દિગ્ગજ દિવંગત ભાજપી નેચા અનંત કુમારની બેઠક છે, તેઓ અહિંથી સાંસદ છે. જે મોદી સરકારમાં સંસદિય કાર્ય રાજ્યમંત્રી હતાં. તેમનાં અવસાન બાદ તેજસ્વી સુર્યાને આ સીટ પરથી ટીકિટ આપવામાં આવી છે. લંબાણપૂર્વકની ચર્ચા અને બેઠકો બાદ તેજસ્વી સુર્યાને આ બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે.

તેજસ્વીએ કર્યા અનેક ટ્વિટ

ટીકિટ ફાળવણી પહેલા ક્યાસ લગાવવામાં આવતો હતો કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વારાણસી સાથે આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જો કે હવે પાર્ટીએ તેજસ્વીને આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. મોડી રાત સુધી બેઠક ચાલી હતી.લંબાણપૂર્વકની ચર્ચા પરામર્શ બાદ આ ભાજપે સુર્યાનાં નામનું એલાન કર્યુ છે.  બેંગ્લુરૂ સાઉથ સીટ પર આગામી 18 એપ્રિલે મતદાન થશે. જ્યારે ભાજપ તરફથી તેજસ્વી સુર્યાનાં નામની જાહેરાત કરવામાં આવી તો ટ્વિટર હેન્ડલ પર તેજસ્વીએ અલગ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 

PM મોદીનો આભાર માન્યો

તેજસ્વી સુર્યાએ ટ્વિટ કરીને લખ્યું કે,હું પાર્ટીનાં નિર્ણયનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરૂં છું.તેમજ પાર્ટીનો આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું કે તેમણે મને આ તક આપી છે. હું તમારો આભાર કઇ રીતે વ્યક્ત કરુ મોદીજી.હું તમને ખાતરી આપું છું કે મારા અંતિમ શ્વાસ સુધી માતૃભૂમિ માટે પરિશ્રમ કરીશ. માત્ર આવી રીતે જ હું આટલા મોટા કર્જનો જવાબ આપી શકું છું.

ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી

નામ જાહેર થયા બાદ તેજસ્વીએ જણાંવ્યું કે આ મેસજ ટાઇપ કરતી વખતે મારા હાથ ધૃજે છે. ગત વર્ષે પાર્ટીનાં પ્રમુખ અમિત શાહની મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો.એક કલાક સુધી ચાલેલી મિટીગમાં તેમનાથી હું ઘણો પ્રભાવિત થયો હતો.તેમની સાથે વાત કરીને હું ઘણો પ્રેરિત થયો હતો.તેમની સાથે વાત કરીને હું ઘણો પ્રભાવિત થયો અને ઉંઘી શક્યો નહતો. તેમની દ્રઢતા,આદર્શ જબરદસ્ત છે.શુક્રિયા!  

અત્યંત રોમાંચિત છે તેજસ્વી

સવારે 3.57 વાગ્યો તેજસ્વીએ એક ટ્વિટ કરીને જણાંવ્યું કે મને ઉંઘ આવતી નથી. હું ખુબ જ રોમાંચીત છું. ભવિષ્યને લઇને અનેક આશા-અપેક્ષા છે. એક જ જીવન છે, અને ઘણું બધું કામ કરવું છે.સમય ઘણો ઓછો છે. જો મોદી 68 વર્ષની ઉંમરમાં 20કલાક કામ કરી શકે છે. તો આપણે 28 વર્ષની વયે કેટલું વધારે કામ કરી શકીએ. આવતીકાલે ઉમેદવારી નોંધાવવાની છે. તમારા બધા સાથે મળવું છે. મહત્વનું છએ કે બંગ્લુરૂ સાઉથ લોકસભા સીટ પર વર્ષ 1999થી સતત અનંત કુમાર જીતતા આવે છે. જો કે તેમનાં અવસાન પછી ભાજપે તેજસ્વી સુર્યાને ઉમેદવાર બનાવ્યા છે.

અનંત કુમારની પત્નીનું નામ ચર્ચામાં હતું

મળતી માહિતી પ્રમાણે અનંત કુમારીન પત્નીને આ સીટ પરથી ઉમેદવાર બનાવવાની ચર્ચા ચાલતી હતી. હકિકતે કર્ણાટકનાં સિનીયર ભાજપી નેતા બીએસ યેદિયુરપ્પાએ અનંત કુમારની પત્ની તેજસ્વીની અનંત કુમારનો વીડિયો વાયરલ કર્યો હતો. પરંતુ જ્યારે સ્વંય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામે આવ્યું કે, પીએમ ખુદ આ સીટ પરથી ચૂંટણી લડશે.ત્યારે પાર્ટી સૂત્રોએ જ મોદીનાં ચૂંટણી લડવાની વાતને અફવા માત્ર ગણાવી હતી.  ત્યાર બાદ તેજસ્વી સુર્યાનાં નામ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી.

સૌથી યુવા ઉમેદવાર

તેજસ્વી યાદવ ભાજપ નેતાનાં પરિવારમાંથી આવે છે,તેમજ તેઓ RSS સાથે સંકળાયેલા છે. તેજસ્વી ભાજપનાં ધારાસભ્ય રવિ સબ્રણ્યાનાં ભત્રીજા છે. તેજસ્વી ભાજપનાં સૌથી યુવા ઉમેદવાર છે. તેજસ્વી પોતાનાં ભાષણને કારણે ચર્ચામાં રહે છે. યુવાવસ્થામાં જ તેમણે અરાઇઝ ઇન્ડિયા નામની સંસ્થાની શરૂઆત કરી હતી.

મહત્વનું છે કે તેજસ્વી સુર્યા કર્ણાટક ભાજપનાં IT Cellની કામગીરી સંભાળે છે.આ સાથે જ તેજસ્વી કર્ણાટક હાઇકોર્ટમાં વકીલ છે. તેજસ્વી સુર્યા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા બીકે હરિપ્રસાદ સામે ચૂંટણી મેદાનમાં બાથ ભીડશે.

READ ALSO  

Related posts

મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,

Binas Saiyed

શિંદેએ બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિરના કર્યા દર્શન, મુંબઈ થોડાક સમયમાં પહોંચશે!

pratikshah

તોળાતુ સંકટ/ કોરોના સંક્રમણને લઇને ગુજરાત સહિત 14 રાજ્યોમાં વધી ચિંતા, કેન્દ્ર સરકારે જાહેર કર્યુ એલર્ટ

Bansari Gohel
GSTV