GSTV

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Last Updated on September 25, 2021 by Zainul Ansari

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનના ભાષણ બાદ ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને ખરી ખરી સંભળાવનાર યુએનના ભારતના પ્રતિનિધિ સ્નેહા દુબે રાતોરાત ચર્ચામાં આવી ગયા છે. તેમણે પ્રભાવશાળી રીતે ભારતનો પક્ષ મુક્યો હતો.

ઈમરાનખાન

સ્નેહા દુબે કોણ છે તે જાણવા માટે ભારતમાં લોકો સોશિયલ મીડિયા પર સર્ચ કરી રહ્યા છે. સ્નેહા દુબેએ પહેલા જ પ્રયત્નમાં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી અને તેઓ 2012ની બેચના મહિલા આઈએફએસ અધિકારી છે. તેમની નિયુક્તિ વિદેશ મંત્રાલયમાં થઈ હતી. એ પછી 2014માં તેમને સ્પેનના ભારતીય દૂતાવાસમાં મુકવામાં આવ્યા હતા. કેટલાક વર્ષો બાદ તેમને યુએનમાં ભારતના પ્રથમ સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા.

ઈમરાનખાન

સ્નેહા દુબે જેએનયુમાંથી એમએ અને એમફિલની ડિગ્રી મેળવી ચુકયા છે. તેમનુ શરૂઆતનુ શિક્ષણ ગોવામાં થયુ હતુ. એ પછી પૂણેમાંથી પણ તેમણે ગ્રેજ્યુએશન કર્યું હતું. સ્નેહાએ 12 વર્ષની વયે જ નક્કી કરી લીધું હતું કે, મારે સિવિલ સર્વિસમાં જવાનું છે. તે કહે છે કે, મેં કોઈ પ્લાન બી વિચાર્યો જ નહોતો. સ્નેહાના પિતા મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે અને માતા શિક્ષિકા છે. સ્નેહા કહે છે કે, હું ભણતી હતી ત્યારથી જ મેં સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

Read Also

Related posts

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!