GSTV
Gujarat Government Advertisement

મેદાન પર બિહુ ડાન્સ કરનારો રિયાન પરાગ કોણ છે? ધોની સાથે પણ પુરાણો નાતો છે

રિયાન

Last Updated on October 13, 2020 by Bansari

રાજસ્થાન રોયલ્સની ટીમે રવિવારે આઇપીએલની ટી20 ક્રિકેટ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. હકીકતમાં રોયલ્સના બે બેટ્સમેન રિયાન પરાગ અને રાહુલ તેવટિયાએ આ વિજય આંચકી લીધો હતો. અંતિમ ઓવરમાં આઠ રનની જરૂર હતી અને એ સમયે પરાગે સિક્સર ફટકારી હતી. વિનિંગ સિક્સર સાથે પરાગ મેદાન પર ડાન્સ કરવા લાગ્યો હતો. જે આસામનો પરંપરાગત બિહુ ડાન્સ હતો. આ ડાન્સથી રિયાન પરાગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો.

મેચ જીત્યા બાદ પરાગે કર્યો પરંપરાગત બિહુ ડાન્સ

18 વર્ષનો પરાગ આસામનો છે અને તેણે પોતાના રાજ્યનો પરંપરાગત ડાન્સ દુનિયા સામે રજૂ કર્યો હતો. ગઈ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમે રિયાન પરાગને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. રિયાન પરાગ 2018માં અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન બનેલી અને રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળની ભારતીય ટીમનો સદસ્ય હતો. એ વખતે તે 16 વર્ષનો હતો. આ ઉપરાંત તે ભારતીય જુનિયર ટીમ માટે ઇંગ્લેન્ડમા બે બિનસત્તાવાર ટેસ્ટ પણ રમ્યો હતો. જેમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી.

IPLમાં પરાગે આ રેકોર્ડ કર્યો પોતાને નામ

આસામના આ બેટ્સમેને આઇપીએલમાં સૌથી નાની વયે અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સર્જ્યો છે. ગયા વર્ષે તેણે 17 વર્ષ અને 175 દિવસની વયે અડધી સદી ફટકારી હતી. તેના આદર્શ તેના પિતા પરાગ દાસ છે. તે આસામ માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. તેની માતા મીઠુ બરુઆ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયન છે. રસપ્રદ બાબત તો એ છે કે આ વખતે ધોની અને રિયાન અલગ અલગ ટીમમાંથી રમે છે પરંતુ રિયાનન પિતા અને ધોની ખાસ કનેક્શન ધરાવે છે.

રિયાનના પિતા આસામ ઉપરાંત રેલવે માટે રમતા હતા અને તેઓ ધોનીની સાથે રમી ચૂક્યા છે તો તેમનો પુત્ર ધોનીની સાથે રમી રહ્યો છે. તેની માતા તો રિયાનને સ્વિમર બનાવવા માગતી હતી પરંતુ રિયાન પાંચ વર્ષની વયથી જ ક્રિકેટ રમવા લાગ્યો હતો. તેના પિતા જ તેના પ્રથમ કોચ હતા. અંડર-19 વર્લ્ડ કપ વખતે તેના હાથમાં ઇજા થઈ હતી તેમ છતાં રાહુલ દ્રવિડે તેનામાં ભરોસો રાખીને તેને ટીમની સાથે જ રહેવા કહ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!