વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-૨૦૨૨ યોજવા અંગે ઉદ્યોગ વિભાગમાં ધામધૂમથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે પરંતુ કોરોનાનો નવો વેરિઅન્ટ કોમિક્રોન વાઇબ્રન્ટ મહોત્સવ માટે ઘાતક સિધ્ધ થાય એવી શક્યતા નકારાતી નથી. તાજેતરમાં મુખ્યમંત્રીએ દિલ્હી ખાતે વાઇબ્રન્ટનો પ્રથમ રોડ શો કર્યો અને 88 જેટલાં વિદેશી ડિપ્લોમેટને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા પોતપોતાના દેશોના ડેલીગેટ મોકલવા આંત્રણ આપ્યું. પરંતુ નક્કર કન્ફરેમેશન આપવા વિદેશી મંત્રાલયો સજ્જ નથી.

તમામ દેશોની નજર કોરોનાનો કહેર કેવો રહેશે અને ટ્રાવેલ એડવાઇઝરી કેવી જારી થશે તેના પર રહેલો છે. સાથોસાથ મોટા ભાગના વિકસિત દેશો કહે છે કે, દુબઇ એકસ્પો જોયા બાદ ગુજરાત આવવાનું મન થતું નથી. કારણ કે આ વર્ષે વાઇબ્રન્ટ પહેલા રોકાણકારોને આકર્ષવા માટે થતી નીતિવિષયક જાહેરાતો અને ઇન્સેન્ટિવ વાઇબ્રન્ટની વેબસાઇટ પર મુકાયા નથી. સાથોસાથ ગત સરકારમાં સોલાર પોલીસી અંગે થયેલી જાહેરાત બાદ એકાએક યુ ટર્નને કારણે ગુજરાત સરકારની જાહેરાતોની વિશ્વસનિયતા પર પણ સવાલો ખડા થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં હવે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ-2022ની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. આગામી જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઇ રહી છે. ત્યારે સરકારે વાઇબ્રન્ટ સમિટને લઇને વિવિધ કમિટીઓની રચના કરી કુલ 90 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપી છે.

કોરોના મહામારીને કારણે વર્ષ 2021માં મોકૂફ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહી છે. ત્યારે સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ- 2022ના આયોજન માટે તૈયારીઓ આરંભી છે. વાઇબ્રન્ટ સમિટ માટે ઉદ્યોગ વિભાગે 20 કમિટી જાહેર કરી 90 અધિકારીઓને જવાબદારી સોંપી છે. વાઇબ્રન્ટ સમિટનું વેન્યુ અને ઇવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી સિનિયર નાણાં સચિવ જે.પી. ગુપ્તાને સોંપાઇ છે. તો અન્ય સચિવોને વિવિધ જવાબદારી સોંપાઇ છે. સમિટ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ વડાની અધ્યક્ષતા હેઠળ બે એડીજી અને બે આઇપીજી સહિત 5 ઉચ્ચ પોલીસ અધિકારીની કમિટી રચાઇ છે.
વાઇબ્રન્ટ સમિટ વખતે વિદેશી રોકાણકારો સાથે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે વન ટુ વન બેઠકની જવાબદારી જીએડીના અગ્ર સચિવને સોંપવામાં આવી છે. આ સિવાય પ્રોટોકોલ, ટ્રાન્સપોર્ટ, એમઓયુ, એરપોર્ટ સુવિધા વગેરે માટે અલગ અલગ કમિટીને જવાબદારી સોંપવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના ACS મૂકેશ પુરીને ગાંધીનગર અને અમદાવાદનું બ્યુટીફિકેશન કરવાની બે કમિટીના ચેરમેન બનાવાયા છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર અને ઉદ્યોગ વિભાગના ACS રાજીવ ગુપ્તાએ 17 કમિટીના ચેરમેન તેમજ સભ્યો સાથે બેઠક યોજી સમિટના આયોજન સંદર્ભે કામની વહેંચણી સમજાવી. પ્રવાસન સેક્રેટરી હરિત શુક્લા વિદેશી રોકાણકર્તા, રાજદ્વારીઓ સહિતના ડેલિગેટ્સના પ્રોટોકોલ કમિટીને લીડ કરશે. આ ઉપરાંત તેઓ ટ્રાન્સપોર્ટેશન અને એકોમોડેશનની કમિટી અને ધોલેરા-SIRના વર્ચ્યુઅલ કિયોસ્કની કમિટીને પણ લીડ કરશે.

વાઈબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારી માટે આગામી 70 દિવસોમાં વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન સાથે 20 કમિટીઓની વન ટુ વન બેઠકો યોજાશે. તેના માટે સામાન્ય વહીવટ વિભાગના ACS એ.કે.રાકેશને જવાબદારી સોંપાઈ છે. સમગ્ર સમિટ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાણવણી અને સિક્યોરિટી માટે આશિષ ભાટિયાના અધ્યક્ષપદે ચાર ઉચ્ચ કમિટીને ટાસ્ક સોંપાયો છે. તદુપરાંત ફૂડ અને બેવરેજિસ માટે ACS સુનયના તોમર કલ્ચરલ એક્ટિવિટી માટે ACS સી.વી.સોમ તેમજ એરપોર્ટ ફેસેલિટી માટે સેક્રેટરી લોચન સહેરાના અધ્યક્ષસ્થાને કમિટીની રચના થઈ છે.
READ ALSO :
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર