જાણો કોણ છે રમેશ પટેલ કે જેણે કોંગ્રેસની CWC વિરુદ્ધ ECમાં ફરિયાદ કરી દીધી

અમદાવાદના સરદાર સ્મારકમાં કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક યોજતા ભાજપને પેટમાં દુખ્યું છે. ભાજપે સરદાર સ્મારકમાં CWCની બેઠક યોજવા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ઈલેક્શન કમિશનમાં ફરિયાદ બાદ ઈલેક્શન કમિશને અમદાવાદ કલેક્ટરને કાર્યવાહીના આદેશ આપ્યા છે. રિ-પ્રિઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 હેઠળની જોગવાઈ પ્રમાણે આચારસંહિતાનો ભંગ થયો છે કે તે અંગે પ્રાથમિક તપાસ શરૂ થઈ છે.

ગાંધીનગરના સેકટર ત્રણમાં રહેતા રમેશ પટેલે રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ સરદાર સ્મારકનો ચૂંટણી લક્ષી ઉપયોગ કરે છે. સરદાર સ્મારક બિનરાજકીય સંસ્થા છે અને કેન્દ્ર સરકારે તેને ગ્રાન્ટ પણ આપે છે. આ બિનસરકારી સંસ્થા ખાતે કોંગ્રેસે રાજકીય મિટીંગ રાખી રાજકીય કામ માટે ઉપયોગ કરી આચારસંહિતાનો ભંગ કર્યો છે. જેથી તાત્કાલિક મિટીંગ બંધ રખાવી આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter