GSTV
Home » News » સાબરકાંઠામાંથી ચૂંટણી લડનાર રાજેન્દ્રસિંહ ઠાકોર કોણ છે??

સાબરકાંઠામાંથી ચૂંટણી લડનાર રાજેન્દ્રસિંહ ઠાકોર કોણ છે??

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તેમનું નામ જાહેર થતા કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સવારથી રાજેન્દ્રસિંહના ઘરે સમર્થકોનો જમાવડો લાગ્યો હતો. રાજેન્દ્ર ઠાકોર અરવલ્લી જિલ્લાના મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય છે.

તેમણે ધનસુરા તાલુકા પંચાયત સદસ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પણ તેઓ એક ટર્મ ચૂંટાયા હતા. વર્ષ 2012માં કોંગ્રેસે મોડાસા વિધાનસભા બેઠક પરથી તેમને ટિકિટ આપી અને તેમણે ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપના દિલીપસિંહ પરમારને 25 હજાર કરતા વધુ મતે હાર આપી હતી. જ્યારે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ખૂબ ઓછા માર્જિન 1 હજાર 640 મતે ભાજપના ભીખુસિંહ પરમારને હરાવ્યા. રાજેન્દ્ર ઠાકોર સ્થાનિક સહકારી સંસ્થાઓમાં પણ હોદ્દેદાર તરીકે રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!