શું Meta (અગાઉનું ફેસબુક) ને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ એપ્સ વેચવી પડી શકે? આ બંને એપ્સ કંપનીની આવકનો મોટો હિસ્સો છે, પરંતુ કંપની આવું કેમ કરશે? આનું કારણ ફેડરલ ટ્રેડ કમિશન છે, જેનું નેતૃત્વ લીના ખાન કરે છે. લીના ખાનને ગયા વર્ષે માર્ચમાં યુએસ પ્રમુખ જો બિડેને કમિશનમાં નિયુક્ત કર્યા હતા. ફેડરલ ટ્રેડ કમિશનને ફેડરલ જજ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે, ત્યારબાદ તે એન્ટ્રી ટ્રસ્ટ કેસમાં જાયન્ટ ટેક કંપની Metaને કોર્ટમાં ખેંચી લઇ જઈ શકે છે.

જો કે, ગયા વર્ષની શરૂઆતમાં પણ, એજન્સી Meta (તે સમયે ફેસબુક) સામે કોર્ટમાં ગઈ હતી. તે સમયે ઓછી માહિતીના કારણે કોર્ટે મામલાની સુનાવણી કરી ન હતી. આ વખતે FTC પોતાની ફરિયાદમાં ફેરફાર સાથે કોર્ટમાં પહોંચી છે. FTCનો આરોપ છે કે Meta સોશિયલ નેટવર્ક સેક્ટરમાં એકાધિકાર ધરાવે છે. જોકે, FTCની નજર માત્ર સોશિયલ મીડિયા કંપની Meta પર જ નહીં, પણ એમેઝોન અને ગૂગલ પર પણ છે.
કોણ છે લીના ખાન?
33 વર્ષીય લીના ખાનનું નામ એન્ટીટ્રસ્ટ ઇશ્યુઝ સાથે પહેલેથી જોડાયેલું છે. તે યેલ લૉ સ્કૂલમાં હતી ત્યારથી યુ.એસ.માં તે એન્ટીટ્રસ્ટ અને કોમ્પીટીશન લોના કામ માટે જાણીતી છે. માર્ચ 2021 માં, યુએસ પ્રમુખ જો બિડેને તેની કમિશનમાં નિમણૂક કરી અને તે જૂન 2021 થી કામ કરી રહી છે. આ સાથે તે કોલંબિયા લો સ્કૂલમાં એસોસિયેટ પ્રોફેસર પણ છે.
FTCએ અગાઉ આપી હતી મંજૂરી
2012 માં, FTC એ Facebookના Instagram ના સંપાદનને $1 બિલિયનમાં મંજૂરી આપી હતી. તે સમયે કંપનીમાં 13 કર્મચારીઓ હતા. બે વર્ષ પછી, એટલે કે 2014માં, Facebook એ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppને $19 બિલિયનમાં ખરીદી લીધી. હવે FTC એવી દલીલ કરી રહ્યું છે કે ફેસબુકે ક્રમિક રીતે તેના સ્પર્ધકોને ખરીદી લીધા છે અને મોનોપોલી બનાવી છે. કમિશનનો આરોપ છે કે કંપનીના પ્રભાવને કારણે ગ્રાહકોને ઓછા વિકલ્પો મળી રહ્યા છે. ઉપરાંત, આ માર્કેટમાં નવા ટેક અને બિઝનેસ ઈનોવેશન્સ આવી રહ્યાં નથી. આનાથી પ્રાઇવસી પ્રોટેક્શનમાં પણ ઘટાડો થયો છે.
તેની કારકિર્દીમાં, લીના ખાને યુએસમાં એન્ટિટ્રસ્ટ મોનોપોલી કાયદાની હિમાયત કરતી વખતે મોટી ટેક કંપનીઓને પડકાર ફેંક્યો છે. જો કે, Metaએ તેના બચાવમાં લીનાની આ ઇમેજનો જ ઉપયોગ કર્યો છે. કંપનીનો દાવો છે કે લીના કંપનીઓ પ્રત્યે પક્ષપાતી છે. તે જ સમયે, ફેડરલ જજ જેમ્સ ઇ. બોસબર્ગે કેસની સુનાવણી કરતા Metaના દાવાને ફગાવી દીધો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર