GSTV

કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં લગાવ્યો ગ્લેમરનો તડકો/ મિસ બિકિની ઈંડિયા રહી ચુકી છે હસ્તિનાપુરથી કોંગ્રેસની ઉમેદવાર, વીડિયો અને તસ્વીરો વાયરલ

Last Updated on January 15, 2022 by Pravin Makwana

કોંગ્રેસની હસ્તિનાપુરથી ઉમેદવાર અર્ચના ગૌતમ મિસ બિકની ઈંડિયા રહી ચુકી છે. કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં મેરઠીની હસ્તિનાપુર સીટથી ફિલ્મ અભિનેત્રી અર્ચના ગૌતમને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. અર્ચના ગૌતમ સોશિયલ મીડિયા માટે નવું નામ નથી. ચૂંટણીમાં ઝંપલાવતા લોકો હવે અર્ચનાના હોટ વીડિયો અને તસ્વીરો વાયરલ કરતા થયા છે.

કોણ છે બિકીની ગર્લ અર્ચના ગૌતમ ?

અર્ચના ગૌતમ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાઈ હતી. બોલિવૂડ ઉપરાંત તે તમિલ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેલુગુ, તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગયા અઠવાડિયે જ એક ફિલ્મ રિલીઝ થઈ છે. 26 વર્ષની અર્ચના ગૌતમ તેની ગ્લેમરસ ઈમેજ માટે ફેમસ છે. અચાનક રાજકારણમાં આવતા પહેલા અર્ચનાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય અર્ચનાએ IIMT, મેરઠમાંથી BJMC કોર્સ કર્યો છે. અર્ચનાએ વર્ષ 2015માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ઘણી ટીવી-પ્રિન્ટ જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેણે બોલ્ડ કોમેડી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં કામ કર્યું હતું, જેમાં તેણે ઘણા હોટ સીન્સ પણ આપ્યા હતા. આ સિવાય ફિલ્મ હસીના પારકર, બારાત કંપની, જંકશન વારાણસીમાં પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે મેરઠથી અભિનેત્રીને ટિકિટ આપી હોય. અગાઉ કોંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણીમાં ફિલ્મ અભિનેત્રી નગમાને મેરઠથી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે નગ્મા ચોથા ક્રમે રહી હતી.

ઇન્સ્ટાગ્રામ પર હોટ વીડિયો અને તસવીરો

સોશિયલ મીડિયાના જમાનામાં અર્ચનાને કોઈ ઓળખની જરૂર નથી. તેના હોટ વીડિયો અને તસવીરો અવારનવાર વાયરલ થતા રહે છે. મોડલ અભિનેત્રી અર્ચના ગૌતમ વ્યવસાયે મિસ બિકીની ઈન્ડિયા રહી ચુકી છે અને તેની સાથે બિકીની ગર્લ તરીકે પણ જાણીતી છે. અર્ચનાએ મિસ બિકીની ઈન્ડિયા 2018 સૌંદર્ય સ્પર્ધા જીતી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખ 28 હજારથી વધુ ફોલોઅર્સ છે. અહીં તે તેના ડાન્સ વીડિયો શેર કરે છે. આ સિવાય તે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ રીલ્સ પણ મૂકે છે.

હસ્તિનાપુરનું ગૌરવ પાછું લાવવા માટે હું ચૂંટણીમાં ઉતરી છુંઃ અર્ચના ગૌતમ

ફિલ્મ અભિનેત્રી અને હસ્તિનાપુરથી કોંગ્રેસના ઉમેદવાર અર્ચના ગૌતમનું કહેવું છે કે, તે હસ્તિનાપુરનું ગૌરવ પરત કરવા ચૂંટણીમાં ઉતરી છે. તેણે કહ્યું કે હું હસ્તિનાપુરની દીકરી છું અને છોકરી તરીકે લડી શકું છું. હું ચોક્કસપણે જીતીશ. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે, પ્રિયંકા ગાંધી ઈન્દિરા ગાંધીની જેમ કામ કરી રહી છે. ધર્મના નામે રાજનીતિ ન કરવી જોઈએ.

READ ALSO

Related posts

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!