GSTV

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Last Updated on October 21, 2021 by Zainul Ansari

ભારત અને ચીન વચ્ચેના તનાવને લઈને લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ભારતે મોટા પાયે ઘાતક હથિયારો બોર્ડર પર રાખ્યા છે. ચીનના સંભવિત વિમાની કે ડ્રોન હુમલાને પહોંચી વળવા માટે ભારતે એર ડિફેન્સ ગન એલ-70 પણ તૈનાત કરવામાં આવી છે.

સરહદ પરની જમાવટ વચ્ચે આવી જ એક એર ક્રાફ્ટ ગન સાથે અરુણાચલમાં તૈનાત મહિલા કેપ્ટન સરિયા અબ્બાસીની તસવીર સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

અરુણાચલની દુર્ગમ બોર્ડર પર એન્ટી એરક્રાફ્ટ ગન સાથે દેખાયેલી આ મહિલા અધિકારીમાં યુઝર્સને રસ પડવા માંડ્યો છે. કેપ્ટન સરિયા અબ્બાસી ચાર વર્ષથી સેનામાં છે. તે યુપીની રહેવાસી છે અને બાયોટેકનોલોજીમાંથી બીટેકની ડિગ્રી મેળવી ચુકી છે.

સરિયાના પિતાનુ નામ તહેસીન અબ્બાસી છે અને તે ઓલ ઈન્ડિયા રેડિયોના સ્ટેશન ડાયરેક્ટર રહી ચુકયા છે. જ્યારે સરિયાના માતા રેહાના સ્કૂલમાં આચાર્ય છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!