આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પાકિસ્તાની તેલ અને ગેસ વિકાસ કંપનીના સાત કર્મચારીઓ માર્યા ગયા છે. આ સિવાય કાફલાની સુરક્ષા કરી રહેલા પાકિસ્તાન ફ્રન્ટિયર કોર્પ્સના 6 જવાનો પણ મૃત્યુ પામ્યા છે. આ પહેલા પણ આ વિસ્તારમાં સુરક્ષા દળો પર મોટા પાયે હુમલો થઈ ચૂક્યો છે. ગુરુવારે આતંકીઓએ ઉત્તર વજીરિસ્તાનમાં એક બીજા સૈન્ય કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના અધિકારી સહિત છ લશ્કરી જવાન શહીદ થયા છે. આતંકીઓએ ઉત્તર વજીરિસ્તાનના રાજમક વિસ્તાર નજીક આઈઆઈડી દ્વારા લશ્કરી કાફલાને નિશાન બનાવ્યો હતો.

બલુચિસ્તાન લિબરેશન આર્મીની શરૂઆત ઝુલ્ફિકર અલી ભુટ્ટોના શાસનમાં 1970 ના દાયકામાં થઈ હતી. તે સમયે આ નાના આતંકવાદી સંગઠને બલુચિસ્તાનના વિસ્તારમાં પાક સેનાને હાલાકી વેઠવી પડી હતી. જ્યારે લશ્કરી સરમુખત્યાર ઝિયાઉલ હક પાકિસ્તાનમાં સત્તા પર આવ્યા, ત્યારે તેમણે બલોચ નેતાઓ સાથે વાતચીત કરી અને આ સંગઠન સાથે અપ્રગટ યુદ્ધવિરામ કર્યો. આ સંગઠનમાં મુખ્યત્વે પાકિસ્તાનની બે જાતિઓ મીરી અને બગતિ લડવૈયાઓનો સમાવેશ થાય છે. ત્યારથી બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા લાંબા સમયથી કોઈ મોટી ઘટના કરવામાં આવી નથી. પાકે 2006 માં આતંકી સંગઠન જાહેર કર્યું હતું. 2007 માં નવાબઝાદા બાલાચ મીરીના અવસાન પછી, તેમના ભાઈ હેરબેર મીરીને બલુચિસ્તાન લિબરેશન આર્મીની કમાન સોંપવામાં આવી હતી. જો કે, બ્રિટનમાં રહેતા હિરબાયર મીરીએ આ સંસ્થાના વડા હોવાના દાવાને કદી સ્વીકાર્યો નહીં. જે પછી અસલમ બલોચ આ સંગઠનનો સર્વેસરવો બન્યો.
Read Also
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો