મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં એવું કહ્યું હતું તેમની પત્ની બ્લેકમેલ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ફડાણવીસે આ દરમિયાન સટોડિયા અનિલ જયસિંઘાનીનું નામ પણ લીધું હતું. ગુરુવારે વિધાનસભામાં ભાજપના નેતાએ કહ્યું હતું કે અનિલની દીકરી અનિક્ષા જયસિંઘાનીએ તેમની પત્ની અમૃતા સાથે મિત્રતા કરી હતી. તેમને ડિઝાઇનર કપડા અને ઘરેણા ઉધાર આપ્યા.

ફડણવીસે અનિક્ષા ઉપર પોતાના પિતા વિરુદ્ધ ચાલી રહેલા કેસો પરત લેવા માટે તેની પત્નીને ફસાવીને બ્લેકમેલ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ ગુરુવારે સાંજે મુંબઈ પોલીસે અનિકક્ષાની અટકાયત કરી હતી. આ ઉપરાંત અનિશા ઉપર એક કરોડ રૂપિયાની લાંચ દેવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અનિલ જયસિંઘાની એક મોટો સટ્ટા બાજ છે. IPL મેચો દરમિયાન સટ્ટા લગાવે છે અને તેના વિરોધમાં 15 કેસો નોંધાયેલા છે અને ત્રણ વખત પોલીસે તેની ધરપકડ પણ કરી છે.
READ ALSO
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ
- અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર