GSTV

મારિયા વૈન કર્ખાવે: 2022ના અંતમાં કોરોના વાઈરસને કરી લઈશું કાબૂમાં, સંક્રમણને ગંભીર થતા અને મોતના કેસમાં કરી શકીશું ઘટાડો

Last Updated on November 25, 2021 by Vishvesh Dave

કોરોના વાઈરસ ધીમે ધીમે હળવો પડી રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે. ત્યારે કોરોનાથી ઝડપી છૂટકારો મેળવવા કેટલીક સામાન્ય બાબતો ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે.

કોરોના

યુરોપના ઘણા દેશોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. અમેરિકામાં પણ કોરોનાના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. જો કે સામા પક્ષે વેક્સિનેશન પણ મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. જેના સારા પરિણામ સ્વરૂપે વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર વ્યવસ્થાઓ ખુલવા લાગી છે. જો મોટાપાયે વેક્સિનેશન થશે તો કોરોનાને કાબુમાં રાખવામાં મોટી મદદ મળી રહેશે.

WHO કોવિડ-19 રિસ્પોન્સને લીડ કરનારી મહામારી એક્સપર્ટ મારિયા વૈન કર્ખાવે જણાવ્યું હતું કે, અમને લાગે છે કે 2022ના અંતમાં અમે આ વાઈરસને કાબૂમાં કરી લઈશું. ત્યાં સુધીમાં સંક્રમણને ગંભીર થતા રોકીશું અને મોતના કેસમાં ઘટાડો કરી શકીશું. જોકે દુનિયાભરમાં કોરોનાના એક પણ કેસ ના હોય, ત્યાં સુધી પહોંચવા માટે થોડી રાહ જોવી પડશે. વાઈરસમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા, મ્યુટેન્ટ થવાની શક્તિ અને તેની સાથે જોડાયેલી અનપ્રેડિક્ટેબલિટી આ કામને વધારે પડકારજનક બનાવે છે.

એક્સપર્ટ મુજબ હાલ સૌથી સારો રસ્તો એ છે કે, જેટલું શક્ય હોય, વધારેમાં વધારે લોકો સુધી વેક્સીન પહોંચવી જોઈએ. સરકારને કોરોના સામે લડવા માટે લાંબા સમયની રણનીતિ બનાવવાનો સમય મળશે. ખાસ કરીને સંભવિત એન્ડેમિક ફેઝ માટે રણનીતિ માટે સમય મળી શકશે. વેક્સીનેશનની સાથે એન્ટીવાયરલ દવા દ્વારા ઈલાજ કારગત સાબિત થઈ રહ્યો છે.

જરૂરિયાત સમયે જ વેક્સીનના બુસ્ટર ડોઝ આપવામાં આવશે. એવી આશા છે કે હવે જનજીવન સામાન્ય બનશે, પરંતુ સાથે કોરોનાને ફેલાતો અટકાવવા માટે ગાઈડલાઈન્સનું પાલન કરવું પણ જરૂરી છે..

ALSO READ

Related posts

Vastu Tips/ જોબ-બિઝનેસમાં આવક થશે ડબલ, બસ કરવાના રહેશે વાસ્તુના આ સરળ ઉપાય

Damini Patel

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!