GSTV

ટેક / WhatsApp પર તમે કોની સાથે કરો છો સૌથી વધુ ચેટિંગ? આ ટ્રિક ફોલો કરી મેળવી શકો છો માહિતી

Last Updated on September 22, 2021 by Zainul Ansari

તકનીકી યુગમાં WhatsApp આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. દરરોજ લાખો લોકો એકબીજાને WhatsApp પર મેસેજ મોકલે છે. કામ ઓફિસનું હોય કે વ્યક્તિગત, WhatsApp લોકોને કનેક્ટ રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે દરરોજ કોની સાથે સૌથી વધુ વાતચીત કરો છો? જો નહીં તો આજે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેના દ્વારા તમે આ સવાલનો જવાબ શોધી શકશો.

નવું ફીચર

તમે કોની સાથે કરો છો સૌથી વધુ વાતચીત?

સવારે લોકોની WhatsApp વોલ મેસેજથી ભરેલી હોય છે. તેમાંના કેટલાક ગુડ મોર્નિંગ મેસેજ હોય છે તો કેટલાક ઓફિસના મેસેજ હોય છે, જેનો તમે તે મુજબ જવાબ આપો છો. દિવસના અંત સુધીમાં તમે એટલા બધા મેસેજ મોકલ્યા હોય છે કે તમને પોતાને યાદ પણ નથી રહેતા. આવી સ્થિતિમાં જો તમને પૂછવામાં આવે કે તમે WhatsApp પર સૌથી વધુ કોને મેસેજ કરો છો, તો તમે શું કરશો? વિચારો નહીં! આ સવાલનો જવાબ ટ્રિકની મદદથી મળી શકે છે.

થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી

આ ટ્રિક ખૂબ જ સરળ છે અને આ સવાલનો જવાબ તમારા ફોનમાં ઉપલબ્ધ સેટિંગમાં જઈને જ મેળવી શકે છે. કહેવાનો અર્થ એ છે કે તમારે આ ટ્રિક માટે કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. થોડા સરળ સ્ટેપ્સને ફોલો કરીને તમે કોની સાથે સૌથી વધુ વાત કરો છો તે સરળતાથી શોધી શકશો. ચાલો જાણીએ તે સ્ટેપ્સ વિશે …

આ સરળ સ્ટેપ્સ ફોલો કરો

WhatsApp ખોલ્યા પછી તમારે ઉપરના જમણા ખૂણા પર દેખાતા ત્રણ મેનૂ ડોટ્સ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ એક લિસ્ટ ખુલશે, જેમાં સેટિંગનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો. અહીં તમે ડેટા અને સ્ટોરેજ યુઝનો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો. આ પછી ફરી એક લિસ્ટ ખુલશે, જેમાં સ્ટોરેજ મેનેજ કરવાનો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. આ કર્યા પછી તમારી સામે એક લાંબી લિસ્ટ ખુલશે જ્યાં WhatsApp પર કયા યુઝર્સ દ્વારા કેટલી સ્ટોરેજ સ્પેસ લેવામાં આવી છે તેની માહિતી આપવામાં આવશે. તેની ટોચ પર તે નામ હશે જેની સાથે તમે સૌથી વધુ વાત કરો છો.

whatsapp

કેટલા ટેક્સ્ટ, વીડિયો અને ફોટો મોકલ્યા, મળશે માહિતી

લિસ્ટમાંના કોઈપણ નામ પર ક્લિક કરીને, તમે જોઈ શકો છો કે એકબીજા વચ્ચે કેટલા ટેક્સ્ટ મેસેજ, ફોટા અને વિડિયો શેર કરવામાં આવ્યા છે. જો તમે ઇચ્છો તો તમે ડેટાને ડિલીટ પણ કરી શકો છો.

ડિલીટ કરવા માટે તમને WhatsAppની સેટિંગ્સમાં એક ઓપ્શન પણ મળશે. WhatsApp યૂઝર્સ પોતાની સુવિધા અનુસાર કોઈપણની ચેટ ક્લીયર કરી શકે છે, ત્યારબાદ તમને ઘણી સ્પેસ મળશે અને તમારો ફોનમાં હેંગની સમસ્યા પણ ખતમ થશે.

Read Also

Related posts

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!