GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

જાહેર સ્થળોએ થતી ડિસઇન્ફેક્ટની કામગીરી નિહાળીને તમે રાજી થતા હોવ તો ચેતી જજો, WHOએ આપી આ ચેતવણી

કોરોના વાયરસથી બચવા માટે અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ દ્વારા જાહેર સ્થળો પર ડિસ ઇન્ફેક્શનની કામગીરી તો કરવામાં આવી રહી છે. પરંતુ મનપાની આ કામગીરી ઉલટાનું શહેરીજનોના આરોગ્ય પર જોખમ ઉભું કરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે ખુલ્લામાં જીવાણુંનાશક દવા છાંટવાથી કોરોના વાયરસ તો મરતો નથી પરંતુ ઉલટાના લોકોના સ્વાસ્થ્ય પર જોખમ સર્જે છે. તેમ છતાં મહાનગરપાલિકા તંત્ર વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીને અવગણીને લોકોના આરોગ્યને જોખમમાં મુકી રહ્યું છે.

આ કામગીરીથી કોરોના તો નહીં મરે ઉલટાનું બીજી અનેક બિમારીઓ તમને લાગુ પડી શકે છે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ થતી ડિસઇન્ફેક્ટની આ કામગીરી નિહાળીને તમે રાજી થતા હોવ તો ચેતી જજો. કેમકે આ કામગીરીથી કોરોના તો નહીં મરે ઉલટાનું બીજી અનેક બિમારીઓ તમને લાગુ પડી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે ખુલ્લામાં ડિસઇન્ફેક્ટન્ટ છાંટવાથી કોરોના વાયરસ મરતો નથી. શેરીઓ અને બજારોમાં ડિસ્ઇન્ફેક્ટન્ટના સ્પ્રે અથવા ફ્યુમિગેશનથી ફાયદો નથી થતો. ઉલટાનું આ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેમ છતાં અમદાવાદ મનપા આ ચેતવણીને અવગણી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકી રહી છે.

સોડિયમ હાઇપોક્લોરાઇટ ચામડી પર પડે તો સફેદ ડાઘા પડી શકે છે

મનપા દ્વારા ડિસઇન્ફેક્ટની કામગીરી માટે સોડિયમ હાઇપોક્લોરાઇટ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે… પરંતુ જો આ કેમિકલનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ચામડી તેમજ અન્ય રોગો સર્જી શકે છે. જો સોડિયમ હાઇપોક્લોરાઇટ ચામડી પર પડે તો સફેદ ડાઘા પડી શકે છે. આ ઉપરાંત ચામડીમાં બળતરા પણ થઇ શકે છે. જો પ્રોટેક્શન રાખવામાં ન આવે તો આ કેમિકલથી આંખમાં બળતરા થાય છે તેમજ સતત ઉપયોગથી શ્વાસમાં પણ તકલીફ પડી શકે છે. નિષ્ણાંતો પણ સોડિયમ હાઇપોક્લોરાઇટનો વધુ ઉપયોગ કરવા સામે લાલ બતી ધરી રહ્યા છે. કોરોનાથી બચવા માટે લોકો સતત સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે તો મનપા પણ જાહેર સ્થળોએ ડિસઇન્ફેક્ટની કામગીરી કરે છે. પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો બકરું કાઢતા ઉંટ પેસે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. (પ્રતિકાત્મક તસીર)

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!