GSTV

whoએ કોરોનાવાયરસની મહામારી સામે ભારતે કરેલા ઉપાયોની ભરપૂર કરી પ્રશંસા

who(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશ)ને ફરી એક વખત કોરોનાવાયરસની મહામારી સામે ભારતે કરેલા ઉપાયોની પ્રશંસા કરી છે. ભારતમાં કોરોનાનો વધતો વ્યાપ અટકાવવામાં પીએમ મોદીએ 21 દિવસોના ઐતિહાસિક અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે પીએમ મોદીના આ સાહસિક પગલાંની who (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ)ને પણ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશને જણાવ્યું કે સંકટના આ સમયમાં ભારતે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશને કોરોનાવાયરસની મહામારી સામે ભારતે કરેલા ઉપાયોની કરી પ્રશંસા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશને જણાવ્યું કે કોરોના બીજા સ્ટેજમાં પહોંચતા જ ભારત અનેક ઉપાયો કરી રહ્યું છે, આથી કોરોનાને કારણે સ્થિતિ ગંભીર બને તે પહેલા તેને દબાવવા અને તેને નિયંત્રિત કરવામાં આ પગલું ઘણું મદદરૂપ થશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે ભારતના આ પ્રયાસો બહુ જ સારા છે. પરંતુ આ મહામારીને રોકવા માટે વધારાના કેટલાક મહત્વના પગલાં ઉઠાવવાની પણ જરૂર પડશે. નહીંતર કોરોના વાયરસ ફરી ફેલાઇ શકે છે. યોગ્ય ઉપાયો અને જરૂરી સુરક્ષાઓ લાગુ કર્યા વિના કોઇ પણ દેશ કોરોનાની મહામારીમાંથી મુક્ત થઇ શકે નહીં.

READ ALSO

Related posts

આને કહેવાય નોકરી : પતિ-પત્ની બંને પોલીસકર્મી, મા દીકરીને લઇને બજાવે છે ફરજ

pratik shah

કોરોનાનો કહેર: અમેરિકામાં વધી રહ્યું છે સંકટ, ન્યૂયોર્કનાં ઝૂમાં વાઘણમાં જોવા મળ્યું સંક્રમણ

pratik shah

રાજસ્થાનમાં રામનવમી પર ઉડ્યા લોકડાઉનના લીરેલીરા, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ કરી ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!