GSTV
India News Trending

કોણ લડી શકે છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, મહિને 4 લાખ પગાર સહીત બીજી કઈ-કઈ સુવિધાઓ મળે છે? જાણો બધું જ

આગામી 10 ઓગષ્ટના રોજ ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેના અનુસંધાને આજ રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળી જશે. NDAએ આ પદ માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે વિપક્ષે માર્ગરેટ અલ્વાને મેદાનમાં ઉતાર્યા છે.

દેશના બીજા નંબરના સૌથી મોટા બંધારણીય પદ માટે 19મી જુલાઈ સુધીમાં નોમિનેશન ફાઈલ કરવામાં આવ્યા હતા. આજ રોજ ચૂંટણી બાદ મોડી રાત સુધીમાં પરિણામો સામે આવી જશે.

કોણ લડી શકે છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી

35 વર્ષની ઉંમર પૂરી કરી ચુકેલી કોઈ પણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે. ઉમેદવારે ઓછામાં ઓછા 20 સંસદ સદસ્યોને પ્રસ્તાવક અને ઓછામાં ઓછા 20 સંસદ સદસ્યોને સમર્થક તરીકે નામાંકિત કરાવવાના હોય છે. ઉમેદવાર સંસદના કોઈ સદન કે રાજ્યના વિધાનમંડળનો સદસ્ય ન હોવો જોઈએ. જો કોઈ સંસદ સદસ્ય ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા ઈચ્છે છે તો તેમણે સદનની સદસ્યતામાંથી રાજીનામુ આપવું પડશે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનનારી વ્યક્તિએ 15,000 રૂપિયાની જામીન રાશિ પણ જમા કરાવવાની હોય છે.

મળે છે સભાપતિ તરીકે સેલેરી

ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. આ પદ માટે તેમને સંસદ અધિકારીના સેલેરી અને ભથ્થા અધિનિયમ, 1953 અંતર્ગત સેલેરી આપવાની જોગવાઈ છે. રાજ્યસભાના સભાપતિ તરીકે તેમને સેલેરી અને અન્ય સરકારી સુવિધાઓ મળે છે.

ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. તે સિવાય તેમને અન્ય કેટલાક ભથ્થાંઓ પણ મળે છે. તેમાં દૈનિક ભથ્થાં, ચિકિત્સા, મફત આવાસ, યાત્રા તથા અન્ય સુવિધાઓનો લાભ મળે છે.

રાષ્ટ્રપતિની સુવિધા પણ મળે છે

રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તમામ જવાબદારીઓ સંભાળે છે. તે સમયે તેમને રાષ્ટ્રપતિ તરીકેનો પગાર અને સરકારી સુવિધાઓ મળે છે. તે સિવાય ઉપરાષ્ટ્રપતિને સરકારી સ્ટાફ પણ આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને વેતનના 50% પેન્શન મળે છે.

કઈ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીથી અલગ છે પ્રક્રિયા?

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંસદના બંને સદનના સદસ્યો મત આપે છે. બંને સદનના નોમિનેટેડ સાંસદ પણ મતદાન કરી શકે છે. આમ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બંને સદનના 790 સદસ્યો સહભાગી બને છે. તેમાં રાજ્યસભાના કુલ 245 અને લોકસભાના 545 સાંસદો મત આપે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને સદનના સદસ્યોને એકઠાં કરીને બનાવાયેલા ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રપોશનલ રિપ્રેઝન્ટેશન પદ્ધતિથી થાય છે. મતલબ કે, ચૂંટણીમાં મતદાતા પ્રાથમિકતાના આધારે મતદાન કરે છે.

Read Also

Related posts

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed
GSTV