GSTV
Business Trending

દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ

શું તમે જાણો છો દુનિયામાં સૌથી વધુ સોનુ (GOLD) કોણ ખરીદે છે અને શા માટે ખરીદે છે ? તો આવો અમે આપને જણાવીએ કે દુનિયામાં સૌથી વધુ સોનુ કોણ ખરીદે છે અને શા માટે ખરીદે છે. અત્યાર સુધી ખનન કરાયેલા સોનામાંથી પાંચમો ભાગ વિશ્વભરની કેન્દ્રીય બેંક પાસે છે. સોનાની ખાણમાંથી નીકળતા સોનાના મુખ્ય ખરીદદારો રોકાણકારો, દાગીના ખરીદનાર અને કેન્દ્રીય બેંક છે. વર્ષ 2022માં કેન્દ્રીય બેંકો 1967 પછી સૌથી વધુ ઝડપે સોનુ (GOLD) ખરીદ્યુ હતું. જો કે, વર્ષ 2022ની રેકોર્ડ સોનાની ખરીદી 1990 અને 2000ના દાયકાની શરૂઆતથી તદ્દન વિપરીત છે. તે સમયે બેંક શુદ્ધ સોનાનું વેચાણકર્તા હતા.

દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ

સૌથી પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે, બેંક સોનુ (GOLD ) કેમ ખરીદે છે ? તો આવો જાણીયે બેંક સોનુ કેમ ખરીદે છે. બેન્ક મુખ્ય ત્રણ કારણોથી સોનુ ખરીદે છે.

પ્રથમ : વિદેશી મુદ્રા ભન્ડારને સંતુલિત કરવું

મુદ્રા હોલ્ડિંગના જોખમનું સંચાલન કરવા અને આર્થિક ઉથલપાથલના સમયમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બેંકોએ લાંબા સમયથી તેમના અનામતના ભાગ રૂપે સોનુ (GOLD) રાખ્યું છે.

બીજું : ફિએટ મુદ્રા સામે હેજિંગ

ફુગાવાના કારણે કરન્સી (મુખ્યત્વે યુએસ ડોલર)ની ઘટી રહેલી ખરીદ શક્તિ સામે સોનુ (GOLD) બચાવ પૂરો પાડે છે.

ત્રીજુ : પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા

દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ

સોનાનો અમેરિકી ડોલર સાથે ઉલટો સંબંધ છે. જયારે ડોલરના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે ત્યારે સોનાના મૂલ્યમાં વધારો જોવા મળે છે. સોનુ કેન્દ્રીય બેન્કોને સ્થિરતા આપે છે.

વિઝ્યુઅલ કેપિટાલિસ્ટ પરના ઇન્ફોગ્રાફિક્સ અનુસાર 1990 અને 2000ના દાયકામાં બેંકએ શુદ્ધ સોનાના (GOLD) વિક્રેતા હતા. એની પાછળ અનેક કારણો હતા. જેમકે, સારી આર્થિક સ્થિતિ, સોનાની કિંમતમાં ઘટાડો, વિગેરે જવાબદાર હતા. આ સમયગાળા દરમિયાન ભારતે 395 ટન સોનાની ખરીદી કરી ચોથા નંબરે રહ્યું હતુ. 1997 ના એશિયન નાણાકીય સંકટ અને 2007-08ની નાણાકીય કટોકટી બાદ કેન્દ્રીય બેંકોનો સોના પ્રત્યે મોહ ઘટતો ગયો. વર્ષ 2010થી કેન્દ્રીય બેંકો વાર્ષિક ધોરણે શુદ્ધ સોનાની ખરીદી કરે છે.

આઇએમએફના આંકડા અનુસાર 1999 અને 2021ના અંત વચ્ચે સોનાના ટોપ ખરીદદારોમાં કેન્દ્રીય બેંકો હતી, જેણેે આશરે 94% જેટલું સોનુ ખરીદ્યુ હતુ. આ સમયગાળામાં રશિયા અને ચાઈના છેલ્લા બે દાયકામાં સોનાના સૌથી મોટા ખરીદદારો છે. રશિયાએ ખાસ કરીને 2014માં ક્રિમીયા ઉપર કબ્જો કર્યા બાદ પશ્ચિમી દેશો તરફથી લાગેલા પ્રતિબંધોથી પ્રભાવિત થઇ સોનાની ખરીદીમાં વધારો કર્યો હતો. આ યાદીમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે મોટાભાગના દેશો ઉભરતી અર્થવ્યવસ્થા છે. આ દેશોની કરન્સી, મુખ્યત્વે યુએસ ડોલરને અસર કરતા નાણાકીય અને ભૌગોલિક રાજકીય જોખમો સામે હેજિંગ કરવા માટે સોનાનો સંગ્રહ કરી રહ્યા છે. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન સેન્ટ્રલ બેંક ગોલ્ડ એગ્રીમેન્ટ ફ્રેમવર્ક હેઠળ 1999 અને 2021 ની વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને યુકે સહિતના યુરોપિયન દેશો સોનાના સૌથી વધુ વેચાણકર્તા હતા.

2022માં કઈ કેન્દ્રીય બેંકોએ સોનુ ખરીદ્યું?

ઓક્ટોબર 2022 સુધી તુર્કી સોનાનો સૌથી મોટો ખરીદદાર હતો, જેણે તેના અનામતમાં 148 ટનનો ઉમેરો કર્યો હતો. અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે ચીને પણ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 62 ટન સોનુ ખરીદ્યુ હતુ. ભારતે 33 ટન સોનુ ખરીદ્યુ છે, જે આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદવામાં આવેલા કુલ સોનાના માત્ર 3% છે.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV