GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

RBI: લોનના છ મહિનાના મોરેટોરિયમથી કોને કેટલો લાભ? એક ક્લિકે જાણો

લોન

આરબીઆઈએ શુક્રવારે ગ્રાહકોને દરેક પ્રકારની લોનના માસિક હપ્તાની ચૂકવણી ટાળવા (મોરેટોરિયમ)ની સુવિધા વધુ ત્રણ મહિના લંબાવીને ઓગસ્ટ સુધી કરી દીધી છે. આરબીઆઈએ અગાઉ માર્ચથી મે સુધી ગ્રાહકોને આ સુવિધા આપી હતી. આમ ગ્રાહકોને હોમ, ઓટો, બિઝનેસ લોન અથવા ક્રેડિટ કાર્ડની ચૂકવણી સહિતના માસિક હપ્તા ચૂકવવામાં કુલ છ મહિનાનો સમય મળી ગયો છે. જોકે, આરબીઆઈની આ સુવિધાથી ગ્રાહકોને કેટલો લાભ થશે કે નુકસાન થશે તે એક મોટો સવાલ છે. પ્રાથમિક તબક્કે લાભ દેખાતી આ સુવિધા પાછળથી નુકસાન પણ સાબિત થઈ શકે છે.

આરબીઆઈએ અગાઉ માર્ચમાં લોનના માસિક હપ્તાની ચૂકવણી માટે ૩ મહિનાની મોરેટોરિયમ સુવિધા પૂરી પાડી હતી. જે ગ્રાહકોએ આ સુવિધાનો લાભ મેળવ્યો છે તેઓ આ સુવિધા વધુ ત્રણ મહિના માટે લંબાવી શકે છે. આ સુવિધા નહીં મેળવનારા હવે પણ તેનો લાભ મેળવી શકે છે. જોકે, મહત્વનો સવાલ એ છે કે આ સુવિધા લેવી કેટલી લાભદાયક રહેશે?

કોરોનાના સંકટમાં અનેક લોકો એવા છે જેમણે નોકરી ગુમાવી છે અથવા તેમના પગારમાં કાપ મૂકાયો છે. ઉપરાંત અનેક વેપારીઓએ કારોબારના વિકાસ માટે લોન લીધી છે, પરંતુ કોરોના અને લૉકડાનના કારણે તેમના વેપાર ઠપ્પ થઈ ગયા છે. આ બધા જ લોકો માટે મોરેટોરિયમની સુવિધા લાભદાયક છે, કારણ કે તેમના માટે હાલ આર્થિક સંકડામણમાં માસિક હપ્તાની ચૂકવણી સમસ્યા વધારી શકે છે. આવા ગ્રાહકો તેમની કોઈપણ પ્રકારની લોન પર માસિક હપ્તાની ચૂકવણી પાછી ઠેલીને તાત્કાલિક નાણાકીય સંકડામણમાંથી બહાર આવી શકે છે.

rbi

પરંતુ જે લોકોની માસિક આવકમાં કોઈ ફરક નથી પડયો – જેમકે જેમની નોકરી ચાલુ છે અને તેમના પગારમાં પણ કોઈ કાપ મૂકાયો નથી તેમજ જેમના વેપાર-ધંધા ચાલુ છે તેવા લોકોએ મોરેટોરિયમનો લાભ લેવાનું ટાળવું જોઈએ. કારણ કે તમે મોરેટોરિયમની સુવિધાનો લાભ મેળવશો તો તાત્કાલિક તમને રાહત મળશે, પરંતુ તમારે લાંબાગાળે વ્યાજ તરીકે વધારાની રકમ ચૂકવવી પડશે. કારણ કે મોરેટોરિયમના છ મહિનાના સમયમાં લોન પર વ્યાજ તો ચાલુ જ રહેવાનું છે.

ઉદાહરણરૂપે તમે એસબીઆઈમાંથી ૩૦ લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તે પરત કરવામાં હજી ૧૫ વર્ષનો સમય બાકી છે. આવા સમયમાં તમે ૩ મહિનાના મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કરો તો તમારે આ ત્રણ મહિનામાં ૨.૩૪ લાખ રૂપિયા જેટલું વધારાનું વ્યાજ ચૂકવવું પડે, જે અંદાજે આઠ ઈએમઆઈ જેટલું થાય. એ જ રીતે છ લાખ રૂપિયાની કાર લોન લીધી હોય અને તે પરત ચૂકવવા ૫૪ મહિનાનો સમય બાકી હોય તો તમારે વધારાના વ્યાજરૂપે ૧૯,૦૦૦ રૂપિયા વધૂ ચૂકવવા પડશે.

આરબીઆઈએ બેન્કોને છ મહિનાા મોરેટોરિયમ સમયના વ્યાજને ટર્મ લોનમાં પરિવર્તિત કરવાનો વિકલ્પ આપ્યો છે. આ લોનની ચૂકવણી ગ્રાહકોને માર્ચ ૨૦૨૧ સુધીમાં કરવાનો વિકલ્પ મળશે.

રેપોરેટ અને તેની અસરો અંગે જાણો

રેપોરેટ :

આપણે બેન્કમાંથી લોન લઈએ છીએ. તેના બદલામાં આપણે બેન્કને વ્યાજ ચૂકવીએ છીએ. એ જ રીતે બેન્કે પણ તેની જરૂરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જરૂર પડે છે. તેના માટે બેન્ક ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. બેન્ક આ લોન પર રિઝર્વ બેન્કને જે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહે છે.

રેપો રેટની સામાન્ય લોકો પર અસર : બેન્કને રિઝર્વ બેન્કમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફંડ એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

રિવર્સ રેપોરેટ :

રિવર્સ રેપો રેટ એ રેપોરેટ કરતાં વિપરિત હોય છે. બેન્કોની પાસે આખો દિવસ કામકાજ પછી અનેક વખત મોટી રકમ બાકી રહે છે. બેંક આ રકમ રિઝર્વ બેન્કમાં રાખી શકે છે, જેના પર તેમને વ્યાજ પણ મળે છે. જે દર પર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. રિઝર્વ બેન્કને લાગે કે બજારમાં રોકડ વધુ છે તો તે રિવર્સ રેપો રેટમાં વધારો કરી દે છે, જેથી બેંકો વધુ વ્યાજની કમાણી માટે તેમના નાણાં રિઝર્વ બેન્ક પાસે રાખવા પ્રોત્સાહિત થાય અને આ રીતે તેમની પાસે બજારમાં આપવા માટે નાણાં ઓછા બચે છે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!