GSTV
India News Trending

પુલવામા હુમલાથી કોને ફાયદો થયો ? : રાહુલ ગાંધી

પુલવામાં આતંકી હુમલાની પ્રથમ વરસી પર દેશ વિદેશના લોકો ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે. આ પ્રસંગે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. સાથે જ ઘણા સવાલો ઉભા કર્યા હતા. નરેન્દ્ર મોદીની સરકારને નિશાનો બનાવતા રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, અત્યાર સુધી હુમલાની તપાસનું શું થયું ? આખરે કોને ફાયદો થયો ?

રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરી પુલવામા હુમલા પર ત્રણ સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસના નેતાએ લખ્યું કે, આજે જ્યારે આપણે પુલવામાના ચાલીસ શહીદોને યાદ કરીએ છીએ ત્યારે પૂછવું જોઈએ કે….

  • પુલવામા આતંકી હુમલાથી આખરે કોને સૌથી વધારે ફાયદો થયો?
  • પુલવામા હુમલાની તપાસમાં આખરે શું નીકળ્યું ?
  • સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી હતી ?

જીવીએલ નરસિમ્હા રાવે રાહુલને આતંકીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખનારા ગણાવ્યા

રાહુલ ગાંધીએ પુલવામા હુમલા અંગે કરેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભાજપે આ મામલે રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા છે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું કે જ્યારે સમગ્ર રાષ્ટ્ર પુલવામા હુમલાના શહીદોને યાદ કરી રહ્યું છે. ત્યારે લશ્કર-એ-તૈયબા તેમજ જૈશ-એ-મોહમ્મદ પ્રત્યે સહાનુભૂતિ રાખનારા રાહુલ ગાંધીએ ન ફક્ત સરકાર પર પરંતુ સુરક્ષા દળો પર પણ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી ક્યારેય વાસ્તવિક દોષિત પાકિસ્તાનને સવાલ નહીં પૂછે.

મોહમ્મદ સલીમનો સવાલ

રાહુલ ગાંધીથી પહેલા સીપીઆઈ (એમ)ના નેતા મોહમ્મદ સલીમે પણ પુલવામા આતંકી હુમલાને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. મોહમ્મદ સલીમે ટ્વીટર પર લખ્યું કે, અમને જવાનો માટે મોમોરિયલ નથી જોઈતું. પરંતુ અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે, આંતરાષ્ટ્રીય બોર્ડર પર 80 કિલો RDX કેવી રીતે ભારતમાં આવ્યું ? એ પણ એ જગ્યાએ જ્યાં સેના આટલી મોટી સંખ્યામાં હોય છે.

સંબિત પાત્રાનો રાહુલ ગાંધીને જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલાને લઈને સવાલ પૂછવા પર ભાજપ ભડક્યું હતું. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું હતું કે, નૃશંસ હુમલો હતો અને નૃશંસ નિવેદન છે કે કોને ફાયદો થયો. શું ગાંધી પરિવાર કોઈ દિવસ ફાયદાથી આગળ વધી વિચારે છે ? આ લોકોની આત્માઓ પણ ભ્રષ્ટ થઈ ચૂકી છે.

હુમલા બાદ સવાલો ઉભા થયા હતા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલામાં ઘણા સવાલો ઉભા થયા હતા. કારણ કે કાશ્મીરમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં સેનાનો કાફલો જઈ રહ્યો હતો. ત્યારે એક સામાન્ય ગાડી ત્યાં કેવી રીતે આવી ગઈ. તેમાં એટલા મોટા પ્રમાણમાં RDX ભરેલો હતો કે CRPF જવાનોથી ભરેલી આખી ગાડી ઉડી ગઈ. જે આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા.

એ સમયે પણ વિપક્ષે પ્રહાર કર્યા હતા

જે સમયે પુલવામા હુમલાની ઘટના બની હતી એ સમયે ભારતીય સેનાએ એરસ્ટ્રાઈક કરી પુલવામા હુમલાનો બદલો લઈ લીધો હતો. બાલાકોટમાં આવેલા આતંકી સ્થળો પર બોમ્બમારો કરી ધ્વંસ કરી દેવામાં આવ્યા હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં અસંખ્ય આતંકીઓ માર્યા ગયા હતા. પણ ચૂંટણી આવતા જ પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા આર્મીનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ દ્રારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી પંચ સામે ફરિયાદ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV