GSTV

આ છે સુપ્રીમ કોર્ટના એ પાંચ જજ, જેમણે આપ્યો અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે આજે રામ મંદિર મામલે ઐતહાસિક ચુકાદો આપી દીધો છે.જાણો આ પાંચ જજો કોણ છે.

રંજન ગોગોઈ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

ચીફ જસ્ટિસ તરીકે ગોગોઈ 3 ઓક્ટોબરે 2018ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.1954માં જન્મેલા રંજન ગોગોઈએ 1978માં બાર કાઉન્સિલ જોઈન કરી હતી. ગૌહાટી હાઈકોર્ટમાં તેઓ 2001માં જજ બન્યા હતા.એ પછી 2010માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ થયા હતા.2011માં તેઓ ચીફ જસ્ટિસ બન્યા હતા. સુપ્રીમ કોર્ટમાં તેઓ 2012માં જસ્ટિસ બન્યા હતા.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે

જસ્ટિસ બોબડે હવે આગામી ચીફ જસ્ટિસ બનશે.1978માં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર જોઈન કર્યુ હતુ.નાગપુર ખાતે તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી.એ પછી 1998માં સિનિયર વકીલ બન્યા હતા.2000માં બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે તેઓ નિમાયા હતા અને એ પછી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યા હતા.સુપ્રીમ કોર્ટમાં તેઓ 2013માં જજ બન્યા હતા.

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ

તેમણે 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.તેમના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.જસ્ટિસ ચંદ્રચૂડ અલ્હાબાદ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.

જસ્ટિસ અશોક ભૂષણ

યુપીના અશોક ભૂષણ 1979માં વકીલ બન્યા હતા.અલ્હાબાદ હાઈકોર્ટમાં તેમણે વકિલાતની પ્રેક્ટિસ કરી હતી.એ પછી અલ્હાબાદ હાઈકોર્ટમાં 2001માં તેઓ જજ બન્યા હતા.2014માં કેરલ હાઈકોર્ટમાં જજ તરીકે નિમાયા હતા.2015માં તેઓ ચીફ જસ્ટિસ બન્યા હતા.13 મે, 2016ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા.

જસ્ટિસ અબ્દુલ નજીર

અયોધ્યા મામલામાં સામેલ જસ્ટિસ અબ્દુલ નજીરે 1983માં વકીલાત શરુ કરી હતી.કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કર્યા બાદ તેઓ હાઈકોર્ટમાં એડિશનલ અને બાદમાં પરમેનન્ટ જજ બન્યા હતા.2017માં તેમની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂંક થઈ હતી.

Read Also

Related posts

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari

જામનગરમાં પ્રોફેસરની કાર પર ભડાકા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!