GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી અમિત શાહ સાથે બીજા કયા ચહેરા આવશે, જાણો…

કેન્દ્રની મોદી કેબિનેટના ગઠનમાં ગુજરાતના ચાર ચહેરાને સ્થાન મળવાની સંભાવના છે જે પૈકી એક મહિલાનો પણ સમાવેશ થાય તેમ છે. સરકાર-2 માં ગુજરાતના દિગ્ગજ નેતા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહને મહત્વનું પદ મળે તેમ છે. મોદી સરકારમાં અમિત શાહને નાણા, ડિફેન્સ અથવા તો હોમ મિનિસ્ટ્રી મળી શકે છે. ગુજરાત ભાજપના 26 ઉમેદવારો પૈકી ચારને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી સંભાવના ગુજરાત ભાજપના નેતાઓ વ્યક્ત કરી રહ્યાં છે.

મોદી કેબિનેટમાં અમિત શાહનો ધમાકેદાર પ્રવેશ તો નિશ્ચિત છે પરંતુ તે સાથે મહિલા ઉમેદવારોમાં જામનગરના પુનમ માડમ અથવા તો વડોદરાના રંજન ભટ્ટનો કેબિનેટમાં સમાવેશ શક્ય છે. એ ઉપરાંત નવસારીમાં મતોના ઢગલા કરી દેનારા અને મોદીની વારાણસી બેઠકના ઇન્ચાર્જ સીઆર પાટીલને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. રાજકોટના મોહન કુંડારિયાની સાથે અમરેલીના નારણ કાછડિયા પણ કેબિનેટના સભ્ય બનવા માટે પ્રબળ દાવેદાર છે. મોદી કેબિનેટમાં દાહોદના જસવંત ભાભોર સાથે વલસાડના કેસી પટેલ અને ભરૂચના મનસુખ વસાવાનો પણ સમાવેશ શક્ય છે.

2014ની લોકસભા ચૂંટણી પછી ગુજરાતના રાજ્યસભાના પ્રતિનિધિઓમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઇરાની અને અરૂણ જેટલીને સ્થાન મળ્યું હતું. એ ઉપરાંત સાંસદ પૈકી જસવંતસિંહ ભાભોર, હરિભાઇ ચૌધરી, મનસુખ વસાવા અને મોહન કુંડારિયાને સ્થાન આપવામાં આવ્યું હતું. આ વખતે મોહન કુંડારિયાને પડતા મૂકવામાં આવી શકે છે છતાં પ્રદેશ ભાજપના નેતાઓ તેમના નામનો ઇન્કાર કરી શકતા નથી. ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીને ટિકીટ આપી ન હતી તેથી તેમના ખાલી પડેલા સ્થાને વધુ એક ચહેરો ગુજરાતમાંથી કેન્દ્રીય કેબિનેટમાં આવી શકે છે.
મોદી કેબિનેટના સંભવિત ચહેરા
ગાંધીનગર- અમિત શાહ

જામનગર- પૂનમ માડમ અથવા વડોદરા- રંજન ભટ્ટ , નવસારી- સીઆર પાટીલ અથવા અમરેલી- નારણ કાછડિયા
દાહોદ- જસવંત ભાભોર, અથવા વલસાડ- કેસી પટેલ રાજ્યસભામાંથી બે સભ્યો કેબિનેટમાં આવશે… ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી રહી છે. એક બેઠક સ્મૃતિ ઇરાની પાસે હતી જે હવે અમેઠીમાંથી સાંસદ બન્યા છે. બીજા અમિત શાહ છે કે જેઓ ગાંધીનગરથી સાંસદ બન્યા છે. આ બન્ને ખાલી બેઠકોમાં પેટા ચૂંટણી આવી શકે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે રાજ્યસભાના અન્ય સભ્યો પૈકી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા મોદી કેબિનેટમાં તેમનું મંત્રીપદ જાળવી શકે છે.

Read Also

Related posts

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

કેવડિયા ખાતે આદિવાસી જમીન મામલો, તાપી પોલીસ દ્વારા વ્યારા અને વાંસદાનાં સાંસદોને કરાયા ડિટેઈન

pratik shah

લોકડાઉન હવે અનલોક: આ 10 નિયમોનું કરવું સખ્ત પણે કરવું પડશે પાલન, નહીં થશે કડક સજા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!