GSTV

વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર, હાલ ફક્ત આ દેશોમાં જ ઉપયોગમાં લેવાશે

મેલેરિયા

Last Updated on October 8, 2021 by Damini Patel

હાલમાં કોરોનાનું નામ પડતા દરેક જણ ડરી જાય છે. આ પહેલા એક સમય હતો જ્યારે લોકો મેલેરિયાનું નામ પડતા ડરતા હતા. કોરોનાની રસી શોધાઈ ગઈ, પણ હમણા સુધી મેલેરિયાની રસી ન હતી. ૬૦ વર્ષના પ્રયત્નો પછી મેલેરિયાની રસી શોધવામાં સફળતા સાંપડી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર મારી છે. હુના ચીફ ટ્રેડોસ એડનમે મેલેરિયા સામે ચાલતા જંગમાં આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ વેક્સિનનો સૌપ્રથમ ઉપયોગ આફ્રિકાના દેશોના તે બાળકો પર કરવામાં આવશે જેનેમેલેરિયાથી સૌથી વધારે અસર થવાનો ભય છે.

વિશ્વને 60 વર્ષમાં પહેલી વખત મેલેરિયાની રસી મળી

મેલેરિયાની તોડ લાવવાના પ્રયત્નો છેલ્લા 80 વર્ષથી ચાલી રહ્યા છે. તેમા લગભગ 60 વર્ષથી આધુનિક વેક્સિન ડેવલપમેન્ટ રિસર્ચ પર કામ ચાલુ હતું.

મેલેરિયા વાસ્તવમાં પ્લાસમોડિયમ ફાલ્સીફોરમ પેરેસાઇટ્સથી ફેલાય છે. તે એનોફેલ્સ મચ્છર દ્વારા ચટકો ભરવાના માર્ગે શરીરમાં દાખલ થાય છે. આ પેરાસાઇટનું જીવનચક્ર એટલું જટિલ હોય છે કે તેના રોકવા માટે રસી બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ હતી. તેનું જીવનચક્ર ત્યારે શરુ થાય છે જ્યારે માદા મચ્છર માણસને ચટકો ભરે છે. તે લોહીમાં પ્લાસમોડિયમના સ્પોરોજોઇટને છોડે છે. તે સ્પોરોજોઇટ માણસના લિવરમાં વધી જાય છે અને મીરોજોઇટ બની જાય છે. પછી તે લાલ રક્તકોષિકાઓને શિકાર બનાવે છે અને તેમની સંખ્યા વધતી રહે છે. તેના લીધે તાવ, માથામાં દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો અને ઘણી વખત એનીમિયા પણ થાય છે.

આ પેરાસાઇટ પ્રજનન માટે જરુરી ગમીટોસાઇટને લોહીમાં મુક્ત કરે છે. જ્યારે બીજો મચ્છર કાપે છે ત્યારે લોહીની સાથે ગમીટોસાઇટ તેની જોડે જતા રહે છે. પડકારજનક વાત એ છે કે જીવનના દરેક ચરણમાં આ પેરાસાઇટની સપાટી પર લાગેલું પ્રોટિન બદલાતું રહે છે. તેના લીધે તે શરીરની રોગપ્રતિકારક પ્રણાલિથી બચતું રહે છે. વેક્સિન સામાન્ય રીતે આ પ્રોટિનને ટાર્ગેટ કરીને બનાવાય છે, તેથી તેમા સફળતા મળતી ન હતી. વેક્સિન મોક્સિક્વિરિક્સ અહીં કારગર સાબિત થાય છે. તે પેરાસાઇટના સ્પોરોજાઇટ પર હુમલો કરે છે. વેક્સિનમાં તે જ પ્રોટિન લગાવાય છે જે જે પેરાસાઇટને તે સ્ટેજ પર લાગ્યું હોય છે. રોગપ્રતિકારક પ્રણાલિ આ પ્રોટિનને ઓળખી કાઢે છ અને તે શરીરમાં પ્રતિરોધક ક્ષમતા સર્જે છે.

રોગ

વિશ્વના મેલેરિયાના કુલ મોતમાં આફ્રિકાનો ફાળો 90 ટકા

મોસ્કિવિરિક્સને 1980માં બેલ્જિયમમાં સ્મિથક્લાઇન-રિટની ટીમે બનાવી હતી, જે હવે જીએસકેનો હિસ્સો છે. જો કે આ રસીને લાંબા સમય સુધી સફળતા મળી ન હતી. 2004માં તેણે મોઝામ્બિકમાં એકથી ચાર વર્ષના બે હજાર બાળકો પર ટ્રાયલ કર્યો હતો. તેમા છ મહિના પછી ચેપ 57 ટકા ઘટયો હતો. જો કે પછી ડેટા નિરાશાજનક આવવા લાગ્યો. 2009થી 2011 સુધી આફ્રિકાના સાત દેશોના બાળકો પર ટ્રાયલ કરાયો તો પહેલા ડોઝમાં કોઈ સુરક્ષા જોવા ન મળી. જો કે પહેલો ડોઝ 17થી 25 મહિનાની ઉંમરે અપાતા તેમા 40 ટકા ચેપ અને 30 ટકા ગંભીર ચેપ ઘટી ગયા. આ રિસર્ચ ચાલુ રહ્યુ. 2019માં હુએ ઘાના, કેન્યા અને માલાવીમાં એક પાયલોટ પ્રોગ્રામ શરુ કર્યો. તેમા આઠ લાખથી વધારે બાળકોને રસી આપવામાં આવી. આના પરિણામના આધારે હુએ રસીના ઉપયોગને મંજૂરી આપી છે. 23 લાખથી વધારે ડોઝ આપ્યા પછી તેની ગંભીરતામાં 30 ટકાનો ઘટાડો થયો હતો. જો કે હજી પણ રસીને આફ્રિકાના દેશો માટે જ ઉપયોગમાં લેવા મંજૂરી મળી છે.

હુના ડેટા મુજબ 2017માં વિશ્વમાં મેલેરિયાના કુલ કેસોમાં 92 ટકા કેસ આફ્રિકામાં હતા. તે વર્ષે સમગ્ર વિશ્વમાં મેલેરિયાથી 4,35,000 મોત થયા, જે અગાઉના વર્ષ કરતાં ઓછા હતા.

Read Also

Related posts

ભારત-પાકિસ્તાન સરહદ / ગૃહમંત્રી અમિત શાહે રોહિતાશ પોસ્ટની લીધી મુલાકાત, જવાનો માટે વેલફેર સ્કીમના વિસ્તારની કરી જાહેરાત

Zainul Ansari

Big Breaking / ગુજરાત બાદ મુંબઈનો વારો, મહારાષ્ટ્રમાં નોંધાયો ઓમિક્રોનનો પહેલો કેસ

Zainul Ansari

વિવાદ / IPLમાં અમદાવાદની ટીમની ખરીદ પ્રક્રિયાની તપાસ કરશે BCCI, AGM માં લેવાયો મોટો નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!