GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ બાળકોને વેક્સિન ન લગાવવા WHOની અપીલ, કોરોનાની બીજી લહેર અંગે આપી આ ચેતવણી

કોરોના

Last Updated on May 15, 2021 by Bansari

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ શુક્રવારે, સમૃદ્ધ દેશોને અત્યારે બાળકોને રસી ન આપવા અપીલ કરી છે. WHOએ તે પણ ચેતવણી આપી છે કે કોવિડ -19 રોગચાળો બીજા વર્ષે વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે, તે જોતાં હવે શ્રીમંત દેશોએ બાળકોને રસી આપવાનાં બદલે ગરીબ દેશોને રસી દાન કરવી જોઈએ.

દાન આપવા અંગેનો આ અવાજ WHOનાં ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ અદનોમે એવા સમયે અવાજ ઉઠાવ્યો છે જ્યારે ઘણા સમૃદ્ધ દેશોએ બાળકો અને કિશોરોને રસી આપવાનું શરૂ કર્યું છે, જ્યારે ઘણા ગરીબ દેશોએ આરોગ્ય કર્મચારીઓ અને સૌથી વધુ જોખમ ધરાવતા વયજૂથનાં લોકો માટે પણ આ અભિયાન શરૂ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વેક્સિન

સમૃદ્ધ દેશોએ કોવૈક્સ ગ્લોબલ વેક્સિન-શેયરિંગ સ્કિમમાં પોતાનો ડોઝ આપવો જોઈએ

WHOના ડીજી ટ્રેડોસ અદનોમનું કહેવું છે કે યુવનો અને સ્વસ્થ લોકો માટે રસી લગાવવાને બદલે સમૃદ્ધ દેશોએ કોવૈક્સ ગ્લોબલ વેક્સિન-શેયરિંગ સ્કિમમાં પોતાનો ડોઝ આપવો જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે જે દેશોને સૌથી વધુ સુરક્ષાની જરૂર છે, તે તેમને મેળી જાય.

એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, જાન્યુઆરીમાં મેં એક સંભવિત નૈતિક વિનાશની વાત કરી હતી. તેમણે કહ્યું, ‘દુર્ભાગ્યે આપણે આજે તે જોઈ રહ્યા છીએ. કેટલાક સમૃદ્ધ દેશોએ મોટાપ્રમાણમાં પુરવઠો ખરીદ્યો છે, હવે ઓછા જોખમવાળા જૂથોનું વેક્સિનેશન છે.’

વેક્સીન

29 સૌથી ગરીબ દેશોમાં, માત્ર માત્ર 0.3 ટકા ડોઝ મળ્યો

જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે ‘હું સમજું છું કે કેટલાક દેશો શા માટે તેમના બાળકો અને કિશોરોને રસી અપાવવા માગે છે, પરંતુ આ સમયે હું તેમને વિનંતી કરું છું કે આ અંગે તે પુનર્વિચારણા કરે અને તેના સ્થાને તે કોવાક્સને દાન આપે’.

AFPનાં આંકડા અનુસાર, વિશ્વના 210 જેટલા વિસ્તારોમાં લગભગ 140 કરોડ કોવિડ રસી ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી, તેમાંથી લગભગ 44 ટકા ડોઝ સમૃદ્ધ દેશોનાં લોકોને લગાવવામાં આવ્યો છે, જેમની વસ્તી વિશ્વની કુલ વસ્તીના માત્ર 16 ટકા છે. જ્યારે, 29 સૌથી ગરીબ દેશોમાં, માત્ર માત્ર 0.3 ટકા ડોઝ મળ્યો છે, જ્યાં વિશ્વની 9 ટકા વસ્તી વસે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!