કોરોના વાયરસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા રિમેડિસિવીર શરૂઆતમાં ખૂબ અસરકારક માનવામાં આવી હતી. જો કે, ધીરે ધીરે બહાર આવ્યું છે કે કોરોનાવાળા ગંભીર દર્દીઓને આ દવા અસરકારક નથી. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO) એ પણ ગિલિયડ સાયન્સિસની આ દવા સામે વાંધો ઉઠાવ્યો છે અને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

રેમડેસિવિયર દવા મૃત્યુઆંક ઘટાડવામાં નિષ્ફળ ગઈ
ડબ્લ્યુએચઓની નિષ્ણાત પેનલે તબીબી જર્નલ ‘ધ બીએમજે’ ને કહ્યું, અત્યારે એવા કોઈ પુરાવા મળ્યા નથી કે દવાની ઉપચાર પદ્ધતિથી દર્દીઓમાં કોઈપણ રીતે સુધારો જોવા મળ્યો હોય. WHOની વૈશ્વિક અજમાયશના પરિણામો બાદ નિષ્ણાત પેનલે આ ભલામણો કરી હતી. WHOની આ વૈશ્વિક અજમાયશને સોલિડેરિટી ટ્રાયલ પણ કહેવામાં આવે છે. સોલિડેરિટી ટ્રાયલના પરિણામોમાં જાણવા મળ્યું છે કે રેમડેસિવિયર દવા મૃત્યુઆંક ઘટાડવામાં નિષ્ફળ ગઈ હતી. WHO નિષ્ણાત પેનલે અન્ય ત્રણ ટ્રાયલ્સના ડેટાની સમીક્ષા પણ કરી હતી. પેનલે જણાવ્યું હતું કે આ દવા દર્દીઓ પર કોઈ ખાસ અસર કરી રહી નથી. સોલિડેરિટી ટ્રાયલનાં પરિણામો ઓક્ટોબર મહિનામાં પ્રકાશિત થયા હતા.


એજન્સીએ હજી સુધી તેના મહત્વપૂર્ણ ડેટા જાહેર નથી કર્યા
અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા અજમાયશમાં, દવા અસરકારક હોવાનું જણાયું હતું. સંસ્થાએ જણાવ્યું છે કે રેમડેસિવિયર દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની રિવકરી સમયને 5 દિવસ જેટલો ઘટાડી દે છે. સંસ્થાના દાવાને પગલે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા દવાને મંજૂરી આપવામાં આવી હતી. રેમડેસિવીર દવા પર WHOનાં નિવેદનથી ગિલિયડ સાયન્સિસને મોટો ફટકો છે. ગિલયડ સાયન્સિસે ડબ્લ્યુએચઓની અજમાયશ પર સવાલ ઉઠાવતા કહ્યું કે એજન્સીએ હજી સુધી તેના મહત્વપૂર્ણ ડેટા જાહેર નથી કર્યો જેથી તેના વચગાળાના પરિણામોની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરી શકાય.
લગભગ 50 દેશોમાં કોવિડ 19ના દર્દીઓને આ દવા આપવામાં આવી રહી
ગિલિઅડ સાયન્સિસે એક નિવેદનમાં કહ્યું, “કેટલાંક અધ્યયનોએ બતાવે છે કે રેમડેસિવીર દવા વાયરસ સામે કામ કરે છે અને દર્દીની રિકવરી સમયને ઘટાડે છે. ગિલિઅડ સાયન્સિસે જણાવ્યું હતું કે, “અમે નિરાશ છીએ કે WHO દિશાનિર્દેશો એવા સમયે પુરાવાઓને અવગણી રહી છે જ્યારે કોરોનાના કિસ્સા વિશ્વભરમાં વધી રહ્યા છે અને ડોકટરો પ્રથમ એન્ટિવાયરલ સારવાર તરીકે ઉપચાર પર આધાર રાખે છે. લગભગ 50 દેશોમાં કોવિડ 19ના દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે.
ટ્રમ્પને પણ કોરોનાની સારવાર માટે રેમડેસિવીર દવા આપવામાં આવી હતી
ઓક્ટોબરમાં, અમેરિકી પ્રમુખ ટ્રમ્પને પણ કોરોનાની સારવાર માટે રેમડેસિવીર દવા આપવામાં આવી હતી. તેમ છતાં, WHOની નિષ્ણાત પેનલ જણાવે છે કે તેમના તારણોનો અર્થ એ થાય કે રેમડેસિવીર દવા બિનઅસરકારક છે. પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ આંકડાના આધાર પર આ વાતની કોઈ સાબિતી નથી કે કોરોનાના દર્દીઓમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- 2021નું વર્ષ રહેશે ધમાકેદાર, પરણી જશે ફેમસ કાર્ટૂન કેરેક્ટર્સ નોબિતા-શિઝુકા, ઈમોશનલ થયા ડોરેમોન ફેન્સ
- અમદાવાદ/ ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનમાં પડયા ફાંટા
- પોસ્ટ ઓફિસની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરી મેળવો ડબલ પૈસા, ઓછા સમયમાં બની જશો માલામાલ
- કર્મચારીઓની રજામાં વધારો થવા સાથે બદલાઈ શકે છે પીએફ સહિતના આ નિયમો, મોદી સરકાર આજ કરશે નિર્ણય
- કોરોના સંકટમાં બેન્કોએ શરૂ કરી ઓવરડ્રાફ્ટ સર્વિસ? તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ