GSTV
India News Trending

અગત્યનું / હજારો કરોડનું દેવું ધરાવતી એર ઇન્ડિયાનો વ્હાઇટવોશ, જાણો આ એરલાઈન્સ માં શું-શું વેચી રહી છે સરકાર…?

છેલ્લાં 21 વર્ષથી એર ઈન્ડિયાને વેંચવા માટેના અનેક પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ, કોઈ ને કોઈ કારણોસર આ નિર્ણય સ્થગિત રહી જતો. આ એરલાઇન્સને સૌથી પહેલા વેચવાનો નિર્ણય વર્ષ 2000માં કરવામાં આવ્યો હતો. આ એ વર્ષ હતું, જ્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારે મુંબઈની સેન્ટોર હોટલ સહિતની ઘણી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એ સમયે અરુણ શૌરી ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રી હતા.

air-india

પીએમ મોદીની આગેવાનીવાળી સરકાર દ્વારા એર ઇન્ડિયાને વેચવાનો આ બીજો પ્રયાસ થયો. કેન્દ્રએ અગાઉ માર્ચ 2018 માં આ મુશ્કેલીગ્રસ્ત એરલાઇનને વેચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. 27 મે, 2000ના રોજ સરકારે એર ઈન્ડિયામાં 40 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હાલ સરકાર એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી વેચી રહી છે. તેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની પણ 100 ટકા હિસ્સેદારી સામેલ છે.

આ સાથે જ કાર્ગો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSની 50 ટકા હિસ્સેદારી સામેલ છે. વિમાનો ઉપરાંત એરલાઈનની પ્રોપર્ટી, કર્મચારીઓ માટે બનેલી હાઉસિંગ સોસાયટી અને એરપોર્ટ પર લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ પણ સોદાનો હિસ્સો હશે. નવા માલિકને ભારતીય એરપોર્ટ્સ પર 4400 ડોમેસ્ટિક અને 1800 ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ મળશે. આ સાથે જ વિદેશી એરપોર્ટ પર પણ લગભગ 900 સ્લોટ મળશે.

આ ડીલ અંતર્ગત એર ઈન્ડિયાની મુંબઈ સ્થિત હેડ ઓફિસ અને દિલ્હીનું એરલાઈન્સ હાઉસ પણ સામેલ છે. મુંબઈની ઓફિસની માર્કેટ વેલ્યુ 1500 કરોડ રૂપિયાથી વધુ છે. 31 માર્ચ 2019 સુધી કંપની પર 60 હજાર 74 કરોડ રૂપિયાનું દેવું હતું. ત્યારબાદ સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી કે, એર ઈન્ડિયા પર 38 હજાર 366 કરોડ રૂપિયાનુ દેવુ છે. એર ઈન્ડિયા એ શરૂઆતમાં સર્વિસ સારી આપતી હતી પરંતુ, આખરે તે પ્રાઇવેટ એરલાઇન્સ સામેના માર જીલી શકી નહીં.

Read Also

Related posts

મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ

Zainul Ansari

જબરદસ્તી ભારે પડી/ વરરાજાને પરાણે લાડુ ખવડાવવા કન્યાને ભારે પડ્યા, વરરાજાને આવ્યો ગુસ્સો આવતાં દુલ્હને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવા કર્યા ખરાબ હાલઃ વીડિયો થયો વાયરલ

GSTV Web Desk

મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ

GSTV Web Desk
GSTV