GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

નવરાત્રીમાં રોમિયોગીરી કરતા શખ્સોને શી ટીમ ભણાવશે કાયદાનો પાઠ, ક્લબોથી લઈ શેરીઓ સુધીમાં રહેશે પોલીસની ચાંપતી નજર

નવરાત્રીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રીમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાત્રિના 12:00 વાગ્યે સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

જોકે રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની છે, જેમાં ખાસ કરીને બોડીવોન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રિથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે.

રાત્રિના સમયે શહેરના મહત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ખાસ શી ટીમ અલગ અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવશે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ શેરી ગરબાના આયોજકોને પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમ જ ઇમર્જન્સી વાહનો પસાર થઈ શકે તે પ્રકારે રસ્તા ખુલ્લા રાખવાની અપીલ કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી GMDC ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગરબામાં માં અંબાના દર્શન કરવા આવનારા હોવાથી ત્યાં પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

Hemal Vegda

ડોલર સામે રૂપિયો વધુ નબળો! 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, ભારતીય ચલણનું થઈ રહ્યું છે સતત અવમૂલ્યન

pratikshah
GSTV