હમણાં ધોરણ 12ની પરીક્ષા શરુ થશે અને એ પછી કઈ લાઈન લેવી એ પ્રશ્ન ઘરેઘરમાં સર્જાશે. સાયન્સ- એક એવું ક્ષેત્ર છે, જેને સદીઓથી માનવતાને આકર્ષિત કરી છે, તેને વ્યાપકપણે સૌથી વધુ બૌદ્ધિક રીતે ઉત્તેજક અને સામાજિક રીતે પ્રભાવશાળી ક્ષેત્રમાંનું એક ગણવામાં આવે છે. તેની વ્યાપક્તામાં વિવિધ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે, જેનાથી સમગ્ર વિશ્વની એક વ્યાપક સમજ તથા માનવની શોધ માટેની અનંત સંભાવના પૂરી પાડે છે. તેની આટલી ઉંડી અસર છતા પણ ઘણા લોકો વિજ્ઞાનને એક ડરામણું તથા ચોક્કસ કારકીર્દીની મર્યાદા તરીકે જૂએ છે.

વાસ્તવિક્તા એ છે કે, વિજ્ઞાનમાં કારકીર્દીએ અદ્દભુત રીતે વૈવિધ્યસભર છે અને તે આપણા વિશ્વ વિશે સમજણ અને જ્ઞાનની સંપતિ પણ આપે છે. તે એક ઉકેલ, મુશ્કેલ વિચારસરણી તથા ડેટા એનાલિસિસ જેવી મૂલ્યવાન કુશળતાઓ વિકસાવીને તક પણ પૂરી પાડે છે. ઇતિહાસના રહસ્યો છતા કરવાથી લઇને સમાજના ઉત્ક્રાંતિને સમજવા સુધી તથા માનવિય સ્વભાવના અન્વેષણ સુધી, વિજ્ઞાનએ એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેડિસિન જેવી પરંપરાગત વિદ્યાશાખાથી ઘણું આગળ છે. એ વિશે થોડી વધુ જાણકારી મેળવીએ.
નિર્ણયીકરણમાં વિજ્ઞાનનો મહત્વપૂર્ણ ફાળો
હકીકત એ છે કે દેશનો વિકાસ વિજ્ઞાન વગર શક્ય જ નથી. એ પછી અમેરિકા હોય, ચીન હોય કે ભારત હોય. વિજ્ઞાનમાં એવી ક્ષમતા છે કે, તે સમાજને ઉભો કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે અને એક વૈજ્ઞાનિક પૃષ્ટભૂમિને જો કારકીર્દી બનાવવાની તક હોય તો, તેનાથી આગામી પેઢી પર એક નોંધપાત્ર અસર ઉભી થાય છે. શિક્ષણ એ એક આવું જ ક્ષેત્ર છે, જ્યાં એક વૈજ્ઞાનિક પાશ્ચાદભૂએ અમૂલ્ય સાબિત થઈ શકે છે, વિજ્ઞાનના શિક્ષકો, ગણિતના શિક્ષકો, વિજ્ઞાન- ટેકનોલોજી- એન્જિનિયરિંગ- ગણિત (સ્ટેમ) શિક્ષણ કો-ઓર્ડિનેટર્સ અને અન્ય બધા જો એક સાથે યોગ્ય જ્ઞાન અને કૌશલ્ય પૂરું પાડે તો, એક ટ્રાન્સજેનરેશનલ અસર ઉભી કરી શકે છે. વધુમાં, એક વૈજ્ઞાનિક પાશ્ચાદભૂએ નીતિ તથા સરકારમાં પણ તક પૂરી પાડે છે, જ્યાં કોઈપણ વ્યક્તિ તેની નિપૂણતાનો ઉપયોગ કરીને માહિતી સંબંધિત નિર્ણયમાં મદદ કરી અને સરકારને એકાઉન્ટેબિલિટી તથા પારદર્શિતામાં મદદ કરે છે. સાયન્સ પોલિસી એડવાઈઝર્સ, ટેકનોલોજી રિસ્ક એસેસર્સ અને અન્ય લોકોએ જાહેરમાં સંબોધન કરવા તથા નિર્ણય લેવા માટે મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જેનાથી તે સમાજને આકાર આપવાની તથા આવનારા વર્ષોમાં તે યોગ્ય રસ્તે વાળવામાં મદદ કરે છે. સમગ્ર સમાજના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી માટે શિક્ષણ, નીતિ તથા સરકારી ક્ષેત્રમાં વિજ્ઞાનનો ઉપયોગએ અત્યંત મહત્વપૂર્ણ છે.
ઉદ્યોગસાહસિકોને ટેકો આપતુ વિજ્ઞાન શિક્ષણ
અત્યારે દેશમાં ઉદ્યોગસાહસિકતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. એ ઉદ્યોગસાહસિકતને કોઈનો ટેકો હોય તો વિજ્ઞાનનો જ છે. વિજ્ઞાન પરંપરાગત અને બીન-પરંપરાગત ક્ષેત્રમાં કારકીર્દીની વિશાળ રેન્જ પૂરી પાડે છે. એક વિજ્ઞાનિક પાશ્ચાદભૂએ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ટેકનોલોજી નીતિ, બિઝનેસ ઇન્ટેલિજન્સ એલિસિસ તથા અન્ય જેવા ક્ષેત્રમાં સંખ્યાબદ્ધ દરવાજા ખોલી આપે છે. આ કામએ એક સમર્થ નાણાકીય રિવોર્ડ્સ આપે છે એટલું જ નથી, પણ તે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ માટે વૈજ્ઞાનિક માહિતી તથા કૌશલ્યોને લાગુ કરવા માટે પૂરતી તક પણ આપે છે. તેમના વિજ્ઞાન સંદર્ભિત શિક્ષણનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિએ ઉદ્યોગ સાહસિક્તાને સહયોગ કરી શકે છે, તથા તેમના વ્યવસાયની કામગીરીમાં સુધારો લાવી શકે છે અને સંસ્થાના વિકાસમાં ફાળો આપી શકે છે.
વિજ્ઞાન ભણ્યા એટલે માત્ર ડોક્ટર જ થવાય એવુ નથી
12 સાયન્સ ભણતા હોય એટલે પછી તો ડોક્ટર થવા કે પછી એન્જિનિયર થવાય એવી માન્યતા ઘર કર ગઈ છે. હકીકત એ છે કે એક વૈજ્ઞાનિક બેકગ્રાઉન્ડ હેલ્થકેરમાં ઘણી બધી કારકિર્દીની તકો ઉભી કરે છે. જ્યારે પરંપરાગત કારકિર્દી જેવી કે ડોક્ટર અને તબીબી વ્યાવસાયિક સામાન્ય રીતે મગજમાં આવે છે, જેમાં બીજી ઘણી બધી ભૂમિકાઓ છે જે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે ફાર્માસીસ્ટ, જે જીવનજરૂરી દવાઓના ઉત્પાદન અને વિતરણમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે બાયોમેડીકલ એન્જીનીયર્સ દર્દીઓના પરિણામોમાં સુધારો લાવવા માટે નવીનત્તમ મેડીકલ ડિવાઈઝ તૈયાર કરવા અને ડિઝાઈન કરે છે. આ અંગે વિગતવાર માહિતી બાયઝુસ સાથે સંકળાયેલા શિક્ષણ નિષ્ણાત વિવેક આર્યાએ આપી હતી. હેલ્થ ઈન્ફોર્મેટીશીયન્સ અને બાયોસ્ટેટેસ્ટીશ્યન્સ ડેટા એનાલીસીસ અને ટેક્નોલોજીનો જાહેર સ્વાસ્થય સમસ્યાઓને પહોંચીવળવા, અને હેલ્થકેર પ્રોવાઈડર્સ અને પોલીસી મેકર્સને જરૂરી માહિતી આપવા અને સારી રીતે સમજવા માટે ઉપયોગ કરે છે. આ ભૂમિકાઓ કટોકટીના સમયે સમજણભર્યા નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે છે. આ ખાસકરીને કોવિડ-૧૯ મહામારી દરમ્યાન સાચા અર્થમાં સાબિત થયું હતું, જ્યાં સચોટ માહિતી અને અસરકારક કોમ્યુનીકેશન એ ખુબ જ મહત્વના હતાં.
લોકશાહી સાથે પણ વિજ્ઞાનનો સંબંધ છે
નવાઈ લાગશે પણ વિજ્ઞાન લોકશાહીને સરળતાથી ચાલે તેની ખાતરી કરવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એક ક્ષેત્ર જ્યાં આ ખાસ કરીને સ્પષ્ટ છે તે છે કાયદો, જ્યાં વ્યક્તિગત જેનું સાયન્ટીફીક બેકગ્રાઉન્ડ છે તેઓ તેમની તજજ્ઞતાનો ઉપયોગ કરીને નીતિ નિયમો સ્થાપિત કરે જે સમાજને ચલાવે છે અને વ્યક્તિના અધિકાર અને સ્વાતંત્રતાને સુરક્ષિત કરે છે. ઉદાહરણ તરીકે, ઈન્ટેલએક્ચ્યુઅલ પ્રોપર્ટી લો અને ટેક્નોલોજી લોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને કાયદા વચ્ચેના સંબંધની સમજણની જરૂરીયાત છે. વકીલો આ ક્ષેત્રમાં ક્લાયન્ટને નવીનતા, પેટેન્ટ પ્રોટેક્શન, અને નવી ટેક્નોલોજીનું કોમર્સીયલાઈઝેશનમાં સામેલ કાયદાકીય મુદ્દાઓની સલાહ આપે છે. તેમનું વૈજ્ઞાનિક બેકગ્રાઉન્ડ તેમને સમજદાર અને જાણકાર સલાહ પ્રદાન કરવાની પરવાનગી આપી છે, જે ક્લાયન્ટને કાયદાકીય લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવામાં અને તેમના હિતોનું સફળતાપૂર્વક રક્ષણ કરવામાં મદદ કરે છે. વિજ્ઞાન અને કાયદાના ઈન્ટરસેક્શનમાં લોકશાહી પ્રણાલીઓના લક્ષ્યોને આગળ વધારવાની મોટી સંભાવનાઓ છે, જેમાં વ્યક્તિગત અધિકારો અને સ્વતંત્રતાઓની સુરક્ષા, નવીનતાને પ્રોત્સાહન આપવું અને ન્યાય અને સાચાપણાથી સમાજને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
વિજ્ઞાન આધારિત શિક્ષણ વિકલ્પો ક્યા ક્યા છે?
વિજ્ઞાન ભણ્યા પછી આગળ અભ્યાસ-કારકિર્દી માટે ઘણા વિકલ્પો છે. જેમ કે કમ્પ્યુટર સાયન્સ, એન્જીન્યરીંગ, ફીઝીકલ સાયન્સીસ અને ગણીતની પરંપરાગત ભૂમિકાઓનો સમાવેશ થાય છે પરંતું તે કેટલાક બિનપરંપરાગત રસ્તાઓથી પણ દૂર રાખે છે જેવી કે શિક્ષણ, ધંધો, કાયદો, મીડિયા, પોલીસી અને સરકાર. આ વૈવિધ્યસભર વિકલ્પો વ્યક્તિગતરીતે તેમની પસંદગીની, કૌશલ્ય અને જુસ્સાને આધારીત કારકિર્દીને અપનાવવા માટે પરવાનગી આપે છે જે આજના વિશ્વમાં વિજ્ઞાનને એક કારકિર્દીના લોન્ચપેડ તરીકે પસંદ કરવાની અગ્રીમતા અને સુસંગતતા દર્શાવે છે. દેશ આખો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે આપણે જરુર છે વિજ્ઞાનને અલગ નજરથી જોવાની.
READ ALSO
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો,
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ