તમને મોટો વહેમ છે કે કિન્નરો લગ્ન નથી કરતા, કદાચ એ રીતથી તો આપણે પણ…

કિન્નર શબ્દથી તો બધા પરિચિત જ હશે. જ્યારે આપણે હિન્દુ પૌરાણિક ગ્રંથોને ખોળીએ તો તેમાં ટ્રાન્સઝેન્ડર સમુદાયના લોકોનું ઘણુ વર્ણન છે. તેમને કિન્નર કહેવામાં આવે છે. આ શબ્દ સાથે હોમો સેક્સ્યુઅલ, ટ્રાન્સ સેક્સ્યુઅલ, બાય સેક્સ્યુઅલ અને ઇન્ટરસેક્સ્યુઅલ વગેરે બધા પ્રકારના લોકોની ઓળખ જોડાયેલી છે. આવા વ્યક્તિઓને પૌરાણિક ગ્રંથોમાં ન તો મહિલા માનવામાં આવે છે, ન તો પુરૂષો પણ તેમને બંને લિંગોનું મિશ્રણ માનવામાં આવે છે.

ભારતમાં મોટાભાગના માણસો તેને ‘હિજડા’ કહીને બોલાવે છે. મોટાભાગના સ્થાનો પર આ લોકો પોતાની અલગ જ સોસાયટી બનાવીને રહેતા હોય છે. આ લોકો લગ્મનાં ડાંસ અને ગાવાનો ઘંઘો અથવા વાળ બનાવીને, ફૂલ વેચીને અથવા ઘરેલુ કામ કરીને જીંદગી પસાર કરી રહ્યાં હોય છે.

આ રીતે કરે છે લગ્ન

દક્ષિણ ભારતમાં મોટાભાગના હિન્દુ કિન્નર ઇરાવન અથવા આરાવન નામના દેવતાની પૂજા કરે છે. આ દેવતાનું નામ મહાભારતની વાર્તામાં આવે છે. આને અર્જુન અને નાગા રાજકુમારી ઉલુપીના પુત્ર બવાવાય રહ્યાં છે. મહાભારતની વાર્તા મુજબ, યુદ્ધના સમયે દેવી કાલિને ખુશ કરવી પડે છે. એવામાં આરાવન તેમને ખુશ કરવા માટે તેમનુ બલિદાન આપવા તૈયાર થાય છે. પરંતુ તેની શરત એ હોય છે કે તે અવિવાહિત મરવા નથી માંગતો.

લગ્નની આગામી ક્ષણે જ પોતાની દીકરીને વિધવા જોઈને બધા ડરતા હતો એટલે કોઈ પણ રાજા પોતાની દીકરીને તેની સાથે લગ્ન કરવા માટે રાજી ન હતા. પછી કૃષ્ણ પોતે મોહિનીનું રૂપ ધારણ કરીને આરાવન સાથે લગ્ન કરે છે.

આ જ કથાના આધાર પર કિન્નર પણ એક દિવસ માટે આરાવન સાથે લગ્ન કરે છે. અને પછીના દિવસે આરાવનને મૃત માનીને પોતે વિધવા થઈ જાય છે. હવે આરાવનના ઘણા મંદિરો બની ગયા છે પરંતુ તેમનું સૌથી જૂનુ મંદિર વિલ્લુપુરમ જિલ્લામાં કુવગમ ગામમાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter