GSTV
Home » News » મહિલાઓમાં ફર્ટિલીટી વધારે છે આ ખાદ્યપદાર્થો, શું તમે જાણો છો?

મહિલાઓમાં ફર્ટિલીટી વધારે છે આ ખાદ્યપદાર્થો, શું તમે જાણો છો?

આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખોટી ટેવોને કારણે સ્ત્રીઓમાં ફર્ટિલિટીની સમસ્યા બહુ ઝડપથી વધતી જઇ રહી છે જેના કારણે કન્સીવ કરવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. માટે જ તો આજકાલ ડોક્ટરોની મુલાકાત લેવી અને સરોગેસી સામાન્ય બની ગયું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે જો તમારા ડાયટમાં કેટલાક ચોક્કસ આહારનો સમાવેશ કરી લેવામાં આવે તો તેનાથી ફર્ટિલિટી વધી શકે છે. તો આવો જાણીએ આવા જ કેટલાક આહારો વિશે.

લીલા પાંદડાવાળા શાકભાજી
ગ્રીન વેજિટેબલમાં વિટામિન અને પ્રોટીન હોય છે. તમારા આહારમાં બીન્સ, મટર, પાલક, બ્રોકલી વગેરે સામેલ કરો. પાલકમાં ફોલિક એસિડ હોય છે, જે ગર્ભ ધારણ કરવામાં મદદ કરે છે. આ સાથે સ્ત્રીઓએ પુષ્કળ માત્રામાં શાકભાજી ખાવા જોઇએ જેનાથી લોહી વધે અને સ્વસ્થ પણ રહી શકે.

ડેરી પ્રોડક્ટ્સ
સ્વસ્થ રહેવા માટે ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જરૂરી છે. કેલ્શિયમ અને આયર્નની મદદથી હાકડા મજબૂત બને છે અને ફર્ટિલિટી વધે છે. તમારે સ્કીમ્ડ મિલ્કની સાથે ઈંડા ચોક્કસ ખાવા જોઇએ. આ સાથે બટર, ચીઝ અને દહીંનો પણ સમાવેશ કરો.

અનાજ
આહારમાં કાર્બોહાઇડ્રેટ સામેલ કરવાથી નબળી પ્રજનન પ્રણાલી મજબૂત બને છે. માટે તમારે ઘઉંમાંથી બનેલી બ્રેડ, બ્રાઉન રાઇસ, કોર્ન, ઓટ અને એવા આહાર જેમાં તેની માત્રા વધુ હોય છે તે ખાવા જોઇએ. દિવસમાં એકવાર તમારે તેનું સેવન કરવું જ જોઇએ.

ફોલિક એસિડ
ફોલિક એસિડ ધરાવતા આહાર તમને ઝડપથી ગર્ભસ્થ બનાવી શકે છે. ફોલિક એસિડ પ્રજનન પ્રણાલીમાં ઈંડાનું પ્રોડક્શન વધારી જલ્દી કન્સીવ કરવામાં મદદ કરે છે. સોયા પ્રોડક્ટ, બીન્સ, એગ યોલ્ક, બટાકા, ઘઉંનો લોટ, કોબીજ, બીટ, કેળા, બ્રોકલી, ફણગાવેલા અનાજ અને એવા ચોખા જેમાં એસિડની માત્રા વધુ હોય છે તે ખાવું જોઇએ.

Related posts

કોંગ્રેસ ન હરખાય, તમારા ધારાસભ્યો લાઈનમાં છે જ મારે કહેવાની જરૂર નથી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

વિઝા પુરા થતાં આ મહાશય 540 કિમી તરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પણ…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!