GSTV

રસોઇ બનાવવા માટે કયુ તેલ છે સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ, આ ઑયલથી દૂર થાય છે હાર્ટને લગતી બીમારીઓ

ઑયલ

કેન્દ્ર સરકાર હવે ખાદ્ય તેલ આયાત પર દેશની નિર્ભરતા ઓછી કરવાને લઇને મિશન મોડમાં કામ કરવાની યોજના બનાવી રહી છે. તે અંતર્ગત વિભિન્ન સ્ત્રોતોથી કુકિંગ ઑયલનું ઉત્પાદન વધારવાની સાથે સાથે તેલના જરૂરિયાત પૂરતા વપરાશ માટે જન-જાગૃતિ પણ ફેલાવવામાં આવશે. વિશેષજ્ઞોની માનીએ તો મોદી સરકારના આ નવા મિશનનો હેતુ ખાદ્ય તેલના મામલે આત્મનિર્ભરતા લાવવાનો છે.

સાથે જ તેની આયાત પર થતા ખર્ચના પૈસા ખેડૂતોની જોલીમાં નાખવાના છે. પરંતુ શું તમે જાણો છો કે રસોઇ બનાવવા માટે કયુ તેલ સૌથી સારુ છે. સરસિયાનું તેલ, કનોલા ઑયલ, નારિયેળનું તેલ, મગફળીનું તેલ વગેરે. એવા અનેક તેલ છે જેમાં ભોજન બનાવવામાં આવે છે. પરંતુ કયુ તેલ આપણા સ્વાસ્થ્ય માટે સારુ છે? ચાલો તમને જણાવીએ….

ઑયલ

કુકિંગ ઑયલમાં અનેક પ્રકારના ફેટ્સ

સરસિયાનું તેલ અથવા નારિયળનું તેલ, રસોઇ કરવા માટે ઉપયોગમાં લેવાતા લગભગ તમામ તેલ તેના ફળ અથવા બીજમાંથી નીકળે છે. તેમને મશીનમાં પીસીને પ્રોસેસ કરીને ઉપયોગ માટે કાઢવામાં આવે છે. રસોઇ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા તેલમાં ફેટની માત્રા ઘણી વધુ હોય છે. તેમાં સેચુરેટેડ ફેટ, મોનોસેચુરેટેડ ફેટ અને પોલીઅનસેચુરેટેડ ફેટી એસિડ મળી આવે છે.

જો કે કેટલાંક વર્ષે સુધી નારિયેળના તેલને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારુ માનવામાં આવતુ હતુ. તેને એટલુ બહેતર માનવામાં આવ્યું કે લોકો તેને સુપર ફૂડ ગણાવવા લાગ્યા પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના રિપોર્ટે તેના ગુણને નકારી કાઢ્યા. હાર્વર્ડ યુનિવર્સિટી રિસર્ચે નારિયળ તેલને વિશદ્ધ ઝેર ગણાવ્યુ.

ગંભીર બિમારીઓનું કારણ

વજન

તેલમાં વધુ માત્રામાં ફેટ સામેલ હોય છે અને માનવ શરીર વધુ ફેટ ન પચાવી શકે. તેથી જ્યારે આપણે તેલ વાળી વસ્તુઓનું વધુ સેવન કરવા લાગીએ છીએ તો ફેટ આપણા શરીર પર જમા થવા લાગે છે. આ હાર્ટને લગતી બિમારીઓ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે. તેની પાછળનું કારણ એ છે કે તે ફેટી એસિડ સિંગલ બોન્ડ સાથે જોડાયેલા હોય છે, જેને સેચુરેટેડ ફેટ કહેવામાં આવે છે, જે ફેટી એસિડના કણો સાથે મળીને બને છે.

શું છે LDL અને HDL

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. લો ડેંસિટી લિપોપ્રોટીન (LDL) અને હાઇ ડેંસિટી લિપોપ્રોટીન (HDL). મોટાભાગે એલડીએલને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તે કોલેસ્ટ્રોલને લિવરથી કોશિકાઓમાં લઇ જાય છે. જો તેની માત્રા શરીરમાં વધુ હોય તો તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક હોય છે. એચડીએલને સારુ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. એક્સપર્ટ્સની માનીએ તો તે કોરોનરી હાર્ટ ડીસિઝ અને સ્ટ્રોકને રોકવામાં મદદ કરે છે.

કયુ તેલ લાભકારક

તેથી વિશેષજ્ઞો કહે છે કે જે તેલમાં સેચુરેટેડ ફેટની માત્રા ઓછી થાય તેને ખાવુ વધુ યોગ્ય છે. 6 ફેટ વાળુ તેલ ખાવુ બહેતર છે. તેનાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછુ થઇ જાય છે. સાથે જ શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામીન મળી જાય છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓલિવ ઑયલનો વધુ ઉપયોગ હાર્ટની બિમારીઓની આશંકાને પાંચ ટકા સુધી ઓછી કરી દે છે.

ઑલિવ ઑયલ

ઑલિવ ઑયલનો મતલબ જૈતૂનનું તેલ. ઓલે યૂરોપેયા (ઑલિવનું ઝાડ)ના ફળથી પ્રાપ્ત એક ફેટ છે જે ભૂમધ્યસાગરીય ક્ષેત્રના પરંપરાગત પાકનું વૃક્ષ છે. ઑલિવને ફોડીને તેના ગરથી ઑલિવ ઑયલ કાઢવામાં આવે છે. તેને હાલ સૌથી ફાયદાકારક તેલ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેનાથી હાર્ટને લગતી બિમારીઓ દૂર થઇ જાય છે.

વિશેષજ્ઞ કહે છે- તેલ કોઇપણ ઓછુ ખાવ. તેને વધુ ગરમ ન કરો. સંયમિત થઇને જ તેલનો ઉપયોગ કરો. તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ ન કરો. તે જ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

Read Also

Related posts

Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ

Pravin Makwana

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત

Pritesh Mehta

ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!