GSTV
Business Trending

કામનું/ આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એ કઈ રીતે ખબર પડે

આજકાલ આધાર કાર્ડ એક એવો દસ્તાવેજ બની ગયો છે જે દરેક જગ્યાએ જરૂરી છે. બેંકથી લઈને ઓફિસ સુધી ગમે ત્યાં તેની જરૂર પડે છે. આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક થયેલ છે અને જો તમે આધાર સંબંધિત કોઈ કામ કરો છો, તો તમને તેની સૂચના મોબાઈલ નંબર પર જ મળે છે. ઘણીવાર મોબાઈલ નંબરનો ઉપયોગ કરતી વખતે, તમે આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર અપડેટ કર્યો છે તે ભૂલી જાવ છો. આવી સ્થિતિમાં, તમને આધાર કાર્ડ સંબંધિત કોઈ સૂચના મળતી નથી.

આધાર

જો તમે પણ ભૂલી ગયા હોવ કે આધાર કાર્ડમાં કયો નંબર લિંક છે, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહીં અમે તમારા માટે એવી ટિપ્સ લાવ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકશો કે આધાર કાર્ડમાં કઈ લિંક છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, બલ્કે તમે આ કામ ઘરે બેસીને જ કરી શકો છો. આવો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા.

આધાર સાથે કયો નંબર લિંક છે તે જાણવા આ પ્રક્રિયાને ફોલો કરો

આધાર
  • સૌથી પહેલા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
  • અહીં તમે My Aadhaar વિભાગ પર ક્લિક કરો.
  • આ પછી, અહીં આધાર સેવા વિકલ્પ શોધો.
  • આધાર સેવામાં, આધાર નંબરની ચકાસણી પર ક્લિક કરો.
  • અહીં તમારે 12 નંબરનો આધાર નંબર એડ કરવો પડશે.
  • બાદમાં કેપ્ચા કોડ દાખલ કરો અને Proceed to Verify વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારા નંબરના છેલ્લા ત્રણ નંબરો દેખાશે જે આધાર સાથે લિંક કરવામાં આવશે.
  • જો તમારો કોઈ નંબર લિંક નહીં હોય તો આવી સ્થિતિમાં કોઈ નંબર દેખાશે નહીં.

Read Also

Related posts

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ

Padma Patel

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

Siddhi Sheth
GSTV