GSTV
India News Trending

સાઈબર ક્રાઈમ હોટ સ્પોટ / દેશના ક્યા-ક્યા વિસ્તારમાંથી કઈ કઈ ગેંગ ચલાવે છે ઓનલાઈન છેતરપિંડીની દુકાન?

તમારુ ક્રેડિટ કાર્ડ બ્લોક થયુ છે, ચાલુ રાખવા માટે આટલી વિગતો આપો… એવા ફોન ઘણા લોકોને આવ્યા હશે અને આવે જ છે. આ અંગે જમતારા નામની વેબ સિરિઝ બની છે, કેમ કે ઝારખંડનું જમતારા ગામ જ આવા ફોન કરનારી ગેંગનું મુખ્યાલય છે. દેશમાં આવા ઘણા હોટ-સ્પોટ છે, જ્યાંથી ચોક્કસ પ્રકારના સાઈબર ક્રાઈમ ઓપરેટ કરવામાં આવે છે.

  • જેમ કે ઈન્વેસ્ટમેન્ટ સ્કેમનું સંચાલન મોટે ભાગે કેરળથી થાય છે.
  • ઈલેક્ટ્રિસિટી બિલનું કૌભાંડ ઝારખંડમાંથી ઓપરેટ થાય છે.
  • ઈન્સ્યુરન્સ આપવાના નામે લોકોના ખિસ્સા ખાલી કરવાની સ્કીમ હરિયાણાના મેવાતમાંથી ચલાવાય છે.
  • લોન આપનારી નકલી એપ્સનું મેનેજમેન્ટ બિહારના મોતિહારી અને પશ્ચિમ બંગાળના આસનસોલ જિલ્લામાંથી થાય છે.

દેશના કેટલાક વિસ્તાર પોતાના ચોક્કસ વેપાર-ધંધા માટે પ્રખ્યાત થયા હોય એ આ વિસ્તારો તેના કુકર્મો માટે બદનામ થાય છે. મુંબઈ પોલીસના સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટે આ બધા હોટ-સ્પોટ શોધી કાઢ્યા છે. મુંબઈ પોલીસને 7 લાખના કૌભાંડની એક ફરિયાદ મળી હતી. બાદમાં 11 લાખ ગુમાવી દીધાની બીજી ફરિયાદ મળી હતી. માટે સાઈબર ક્રાઈમ ટીમ કામે લાગી હતી.ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે, તેની સાથે સાથે ટેકનોલોજીનો સહારો લઈને છેતરવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દેશના ઘણા વિસ્તારો એવા છે, જે આ છેતરપીંડીનું કામ ફૂલટાઈમ કરે છે. તમને પણ આ વિસ્તારના કોડ ધરાવતો ફોન આવે તો સાવધાન રહેજો.

READ ALSO

Related posts

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL

WhatsApp દ્વારા થઇ શકે છે જાસૂસી, પોતાના મિત્ર અથવા પાર્ટનર પર નજર રાખવાની શાનદાર રીત

Damini Patel

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

Hemal Vegda
GSTV