GSTV

શું તમે તો નથી કરતા ને ફળોને ફ્રીઝમાં સંઘરી રાખવાની ભૂલ! જાણો શું થઇ શકે છે નુકશાન?

Last Updated on September 17, 2021 by Pritesh Mehta

ગરમીના દિવસોમાં ખાવાની ચીજવસ્તુઓ ખરાબ થતી બચાવવા માટે આપણે તેને ફ્રિજમાં રાખતા હોઈએ છે. પરંતુ, દરેકે દરેક વસ્તુઓ ફ્રિજમાં ન રાખવી જોઈએ. કોઈપણ વસ્તુ ફ્રિજમાં રાખવાથી તેના પોશાક તત્વો સંપૂર્ણ રીતે આપણને નથી મળી શકતા. ખાસ કરીને ફળોને તો ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઈએ. સામાન્ય રીતે ટેટી અને તરબૂચ જેવા ફળને લોકો બજારમાંથી લાવ્યા બાદ ફ્રિજમાં ઠંડા થવા માટે મુક્ત હોય છે. એવામાં તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ ખરાબ થઇ શકે છે.

ફળ

જો તમે તેને ઠંડા કરીને ખાવા માંગો છો તો કાપ્યા પછી થોડીવાર માટે ફ્રિજમાં રાખો અને ઠંડા થયા પછી ખાઈ લો. પરંતુ, લાંબા સમય સુધી ફ્રિજમાં ન રાખવા જોઈએ નહીંતર તમને તેનો પૂર્ણ ફાયદો નહીં મળી શકે. સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકશાન થઇ શકે છે.

જાણો ક્યાં ફળોને ફ્રિજમાં રાખવાથી શું નુકશાન થાય છે

સંતરા અને લીંબુ

સંતરા, લીંબુ અને મોસંબી જેવા સાઇટ્રિક એસિડ વાળા ફળ ફ્રિજમાં રાખવાથી તે ઠંડક સહન નથી કરી શકતા. ફ્રિજમાં રાખવાથી તે સંકોચાવા લાગે છે અને તેના પોશાક તત્વો ખતમ થવા લાગે છે. આ ઉપરાંત તેમનો સ્વાદ પણ બદલાવા લાગે છે. એટલે તેમને ફ્રિજમાં ન રાખવા જોઈએ.

સફરજન અને રાસબરી

સફરજન, પીચ, રાસબરી અને ચેરી જેવા ફળોમાં એક્ટિવ એન્જાઈમ્સ વધુ હોય છે. તેને ફ્રિજમાં રાખવાથી તે ખુબ જ જલ્દી પાકે છે અને ઘણીવાર ખરાબ પણ થઇ જાય છે. એટલે તેમને ફ્રિજમાં ન રાખવા જોઈએ.

કેળા

મહિલા

કેળાની છાલમાંથી ઇથાઇલીન ગેસ નીકળે છે જેના કારણે કેળા ફ્રિજમાં રાખવાથી તે ઝડપથી કાળા પડી જાય છે. સાથે જ આસપાસના ફળોને પણ ખરાબ કરે છે.

કેરી

ફળોના રજા કેરીને ક્યારેય ભૂલથી પણ ફ્રિજમાં ન રાખવા. કારણ કે, આજકાલ કાર્બાઇડ માંથી પકાવવામાં આવે છે. એવામાં તે પાણી સાથે મળીને પ્રતિક્રિયા કરે છે અને ઝડપથી ખરાબ થવા લાગે છે. તો સાથે સાથે ફ્રિજમાં રાખવાથી તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ ઓછા થઇ જાય છે. એટલે કેરીમાં રહેલા પોશાક તત્વોનો ફાયદો લેવો હોય તો તેને ભૂલથી પણ ફ્રિજમાં ન રાખવા.

લીચી

લીચીને જો તમે ફ્રિજમાં રાખવામાં આવે તો તેની છાલ તો સખત અને ફ્રેશ રહે છે પરંતુ અંદરથી તે ખરાબ થઇ જાય છે. કારણ કે લીચી ફ્રિજની કૃત્રિમ ઠંડી સહન નથી કરી શકતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!