GSTV

દિવાળી બોનસ: રેલવે, પોસ્ટ ઓફિસ અને EPFO, જાણો ક્યાં સેક્ટરના કર્માચારીઓને મળશે કેટલો લાભ

દિવાળી

છેલ્લા બુધવારે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી હતી. સરકારે 30 લાખથી વધુ કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની વાત કહી છે. તે થકી લોકોને કુલ 3,737 કરોડ રૂપિયાનું બોનસ મળશે. હવે પ્રશ્ન એ છે કે, બોનસ ક્યાં કર્મચારીઓને અને ક્યારે મળશે.

2,791 કરોડ રૂપિયાનો નાણાકિય ભાર પડશે

સરકાર તરફથી જાહેર કરેલ નિવેદન પ્રમાણે ભારતીય રેલ, પોસ્ટ ઓફિસ, રક્ષા, EPFO અને ESIC સહિત અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોના 16.97 લાખ નોન-ગેજેટડ (બિન-રાજપત્રિત) કર્મચારીઓને બોન આપવામાં આવશે. તેનાથી સરકાર પર 2,791 કરોડ રૂપિયાનો નાણાકિય ભાર પડશે.

946 કરોડ રૂપિયાનો નાણાકિય બોઝ આવશે

તો કેન્દ્ર સરકારે 13.70 લાખ કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. તેનાથી સરકાર પર 946 કરોડ રૂપિયાનો નાણાકિય બોઝ આવશે. આ પ્રકારે કુલ 30.67 લાખ કર્મચારીઓને બોનસનો લાભ મળશે અને સરકાર પર કુલ 3737 કરોડ રૂપિયાનો નાણાકિય બોઝ આવશે.

અર્થવ્યવસ્થામા માગ વધશે

કેન્દ્ર સરકારનું આ બોનસ સીધા કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં એટલે કે, ડાયરેક્ટર બેનેફિટ ટ્રાંસફર (DBT)થકી ટ્રાંસફર કરવામાં આવશે. સરકાર તરફથી એ સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યુ છે કે, બોનસ એક અઠવાડિયાની અંદર આપવામાં આવશે. કેન્દ્ર સરકારનું માનવુ છે કે, કર્મચારી તહેવાર દરમિયાન ખર્ચ માટે પ્રોત્સાહિત હશે અને તેનાથી કુલ મળીને અર્થવ્યવસ્થામા માગ વધશે. તમને જણાવી દઈએ કે, અર્થવ્યવસ્થાની મંદીમાં સરકારની માગ વધારવા પર જોરે છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!