GSTV
Home » News » ફોન, ટીવી કે ટેબલેટ ઈન્ટરનેટથી ચાલતા તમામ ઉપકરણો પર છે વાયરસનું જોખમ, જાણો કઈ રીતે બચશો

ફોન, ટીવી કે ટેબલેટ ઈન્ટરનેટથી ચાલતા તમામ ઉપકરણો પર છે વાયરસનું જોખમ, જાણો કઈ રીતે બચશો

જે પણ ઈલેકટ્રોનિક ડિવાઈસ ઈંટરનેટથી કનેક્ટેડ છે તેના પર વાયરસ એટેક થવાનું રિસ્ક રહે છે. ઘરમાં રહેલા દરેક ઉપકરણ જે ઈંટરનેટથી ચાલે છે તે તમામ આ જોખમ અંદર રહે છે. તો ચાલો જાણી લો કયા કયા ડિવાઈસ પર કેટલું જોખમ વધારે હોય છે.

કોમ્પ્યૂટર પર સૌથી વધારે જોખમ

આ જોખમ કોમ્પ્યૂટર પર સૌથી વધારે હોય છે. કારણ કે આ માલવેરને ડિઝાઈન જ કોમ્પ્યૂટરમાં ઘુસપેઠ કરવા માટે કરવામાં આવે છે. તેથી કોમ્પ્યૂટર તેની ચપેટમાં ઝડપથી અને સૌથી વધારે આવે છે. આ વાયરસ કોમ્પ્યૂટરમાં ઘુસી જાય તો તેને ઉપયોગ કરવાને લાયક રહેવા દેતા નથી અને તમામ ડેટા ચોરી લે છે. કોઈપણ જગ્યાએ ઉપયોગ થતા કોમ્પ્યૂટર તેના શિકાર બની શકે છે. તેનાથી બચવાનો એક જ રસ્તો છે કે કોમ્પ્યૂટરની સિક્યોરિટી સિસ્ટમને અપડેટ રાખો.

સ્માર્ટફોન અને ટેબલેટ

કોમ્પ્યૂટર બાદ નંબર આવે છે સ્માર્ટફોન અને ટેબલેટનો. કારણ કે આ ડિવાઈસમાં વેબ બ્રાઉઝિંગની ક્ષમતા કોમ્પ્યૂટર જેવી જ હોય છે. આ ડિવાઈસ પર એક ક્લિક અને ફોન ફિશિંગની ચપેટમાં આવી શકે છે. ફિશિંગ ઈમેલ ઓપન થઈ જવાથી ડિવાઈસ વાયરસથી પ્રભાવિત થઈ જાય છે. ફોનમાં આવી સમસ્યા જણાય તો તુરંત ફોનને સેફ મોડમાં રાખી અને રીબૂટ કરી દેવો.

સ્માર્ટ ટીવીની નજર છે તમારા પર

લોકો સ્માર્ટ ટીવીનો ઉપયોગ પણ ઝડપથી કરવા લાગ્યા છે. આ ટીવી પણ સુરક્ષિત નથી રહ્યા. સ્માર્ટ ટીવી પર વાયરસવાળી એપ ડાઉનલોડ થઈ ગઈ તો તમારા ઘરમાં ચાલતી પ્રવૃતિઓ રેકોર્ડ થવા લાગે છે. સ્માર્ટ ટીવી બંધ હોય તો પણ આ પ્રકારના રેકોર્ડિંગ થાય છે અને તે જાણકારી લીક પણ થઈ શકે છે.

ઘરના અન્ય સ્માર્ટ ઉપકરણ

જાણીને આશ્ચર્ય થશે પરંતુ માઈક્રોવેવ, ફ્રિઝ, લાઈટ્સ જેવા સ્માર્ટ અપ્લાયંસેસ પણ આ એટેકથી બચી શકતા નથી. આવા ડિવાઈસમાં જે એટેક જોવા મળે છે તે અલગ પ્રકારના હોય છે. હૈકર્સ આ ડિવાઈસ પર કબજો કર્યા બાદ ખાસ વેબસાઈટ પર નિયત સમય માટે એક સરખી રિક્વેસ્ટ મોકલે છે જેનાથી વેબસાઈટ ક્રેશ થઈ જાય છે. તેનાથી બચવા માટે યૂઝરનેમ અને પાસવર્ડ સમયાંતરે બદલતા રહેવું.

Read Also

Related posts

પિતા સાથે કરી હતી 45 રૂપિયાના બકરાની કરી હતી ચોરી, 41 વર્ષે પડ્યું મોંઘુ

GSTV Desk

નદીના ધસમસતા પ્રવાહમાં મોત સામે લડી રહ્યો હતો વ્યક્તિ, ડ્રોન કેમેરાએ આપ્યું જીવનદાન

Nilesh Jethva

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!