GSTV

આ પ્રકારની રાખડી ભાઈના હાથમાં બાંધવી રહેશે બેસ્ટ, ભાઈ-બહેનનાં સંબંધોને બનાવશે સુમધુર અને મજબૂત

Last Updated on August 1, 2020 by Mansi Patel

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 3 ઓગષ્ટ સોમવારે આવે છે. ભાઈ-બહેનનાં આ તહેવાર પર 29 વર્ષ બાદ ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, અને તેની સાથે સૂર્ય, શનિનો સપ્તક યોગ, પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, સોમવતી પૂર્ણિમા જેવો મહાયોગ પણ બની રહ્યો છે. આ મહાયોગમાં જો તમે રાશિ અનુસાર તમારા ભાઈ માટે રાખડી પસંદ કરશો તો તે તમારા ભાઈ માટે જ લકી નહી રહે, પરંતુ તમારા માટે પણ રક્ષાકવચ બનીને વિપત્તિઓનો નાશ કરશે.

મેષ અને વૃશ્ચિક રાશિ

મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિનાં ભાઈ માટે લાલ રંગની રાખડી સૌથી બેસ્ટ રહેશે. તે તેમના જીવનમાં ઉર્જાનો ઉપયોગ કરશે.

વૃષભ અને તુલા રાશિ

વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે. એટલા માટે આ રાશિનાં ભાઈઓને તેમની બહેન સિલ્વર (ચાંદી) અથવા ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ. તે તેમના જીવનમાં શુભ પરિણામ લઈને આવશે.

મિથુન અને કન્યા રાશિ

મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે આ રાશિનાં ભાઈઓનાં હાથમાં લીલા કલરની રાખડી બાંધવી ઉચિત રહેશે. તે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવશે.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. એટલા માટે આ રાશિનાં ભાઈઓના હાથ ઉપર સફેદ કે ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ. સાથે જ સફેદ રંગની વસ્તુ દાન કરવી જોઈએ. એવું કરવાથી જીવનમાં ખુશહાલી આવશે.

સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી સૂર્યદેવ છે. એટલા માટે આ રાશિનાં ભાઈઓનાં હાથમાં બહેનોએ સંતરા અથવા સોનેરી રંગની રાખડી બાંધવી જોઈએ. તે તમારા ભાઈનાં જીવનમાં આરોગ્ય અને દીર્ઘાયુ લઈને આવશે. સાથે જ બંનેની વચ્ચે પ્રેમભાવ બની રહેશે.

ધન અને મીન રાશિ

ધન અને મીન રાશિનો સ્વામી બૃહસ્પતિ દેવ છે. એટલા માટે આ રાશિનાં ભાઈઓને કેસરિયો કે પીળા રંગની રાખડી બાંધવી ઉચિત રહેશે. તે તમારા ભાઈનાં જીવનમાં સુખ અને શાંતિ લઈને આવશે.

મકર અને કુંભ રાશિ

મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ દેવ છે.  એટલે આ રાશિના ભાઈઓના હાથમાં તેમની બહેનોએ ગાઢ રંગની રાખડી અથવા વાદળી રંગની રાખડી બાંધવી શુભ રહેશે. એવું કરવાથી ભાઈ અને બહેનનાં સંબંધો અતૂટ રહેશે.

READ ALSO

Related posts

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!