ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી20 ક્રિકેટ મેચો હાલમાં રેગિસ્તાનમાં ધૂમ મચાવી રહી છે. મંગળવારે રાજસ્થાન રોયલ્સની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે હારી ગઈ હતી પરંતુ તેમ છતાં તેનો એક બોલર એવો છે જે આ સિઝનમાં યાદ રહી જશે. ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જોફરા આર્ચર હાલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યો છે. તેની રમત જોતાં એમ લાગે છે કે આવતી સિઝનની હરાજીમાં જોફરા આર્ચરને ખરીદવા માટે અન્ય ટીમો વચ્ચે હરિફાઈ જામશે.

આર્ચરે મુંબઈ સામેની મેચમાં આટલી ઝડપે ફેક્યો હતો બોલ
જોફરા આર્ચર અત્યંત ઝડપથી બોલિંગ કરી રહ્યો છે. આર્ચરે મુંબઈ સામેની આ મેચમાં 153.62 કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યો હતો. વર્તમાન સિઝનમાં આઇપીએલમાં આ સૌથી ઝડપી બોલ હતો. આટલું જ નહીં પરંતુ જોફરા આર્ચરની નજીકમાં આવી શકે તેવો બીજો કોઈ બોલર નથી. આમ એટલા માટે કહી શકાય કેમ કે આઇપીએલમાં આ વખતે સૌથી ઝડપી બોલની ગણતરી કરીએ તો ટોપ-10માંથી આઠ ક્રમ તો એકલો જોફરા આર્ચર જ લઈ ગયો છે. આ ઉપરાંત પહેલા 20 ક્રમની વાત કરીએ તો તેમાંથી 15 સ્થાન આર્ચરના નામે રિઝર્વ છે. તેણે 153.62ની ઝડપે બોલ ફેકયા ઉપરાંત 153.36, 153.23, 152.55, 152.26, 152.13, 151.93 અને 151.75 કિલોમીટરની ઝઢપે બોલ ફેંક્યા છે. ત્યાર બાદ આઠમા ક્રમે આવનારો બોલર છે ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ જે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમે છે અને તેણે 151.70ની ઝડપે બોલ ફેંક્યો હતો. સાઉથ આફ્રિકાના એનરિક નોર્તજેએ 151.12ની ઝડપે બોલ ફેંક્યો હતો.
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?