મોબાઈલ સ્લો થઈ ગયો હોય તો શું કરશો? ફક્ત આટલું કરો નવા જેવો જ થઈ જશે

દરરોજ લોન્ચ થઈ રહેલા હાઈ-પરફોર્મન્સ અને વધુ સારી ગ્રાફિક્સ ધરાવતા એન્ડ્રોઈડ (Android) ગેમ્સના કારણે સ્માર્ટફોન (Smartphone)નું લિમિટેડ સ્ટોરેજ સ્પેસ મોબાઈલની રેમ માટે ચેલેન્જ બનતું રહે છે. એવામાં 6GB અને 8GB રેમ ધરાવતા મોબાઈલ લોન્ચ થઈ રહ્યા છે, તેવામાં વધુ રેમવાળા મોબાઈલ ખરીદવું તે એક વિકલ્પ હોઈ શકે છે. બીજી તરફ તેવા યુઝર્સો નવો ફોન નથી ખરીદી શકતા. જરૂરી નથી કે તમે નવો ફોન ખરીદો, કેમ કે કેટલીક એપમાં સેટિંગની પ્રક્રિયાને બદલીને તમે તમારી ફોનની સ્પીડ વધારી શકો છો. કેટલીક એપને ડિલીટ અથવા અનઈન્સ્ટોલ કરીને ફોનની સ્પીડ અને બેટરીની લાઈફ પણ વધારી શકાય છે.

જરૂરી એ છે કે, સ્લો થતાં ફોન માટે હેવી ગેમ્સ અને એપને જવાબદાર માનતા પહેલાં ચેક કરો કે કઈ એપના કારણે તમારો ફોન સ્લો થઈ રહ્યો છે. ફેસબુક (Facebook)થી લઈને ઈન્સ્ટાગ્રામ (Instagram) સુધીની કઈ એપ તમારા ફોનની કેટલી બેટરી અને રેમ યૂઝ કરે છે, તેને સેટિંગમાં જઈને તમે ચેક કરી શકો છો. આ રીતે તમે જાણી શકો છો કે, કઈ એપ તમારા સ્માર્ટ ફોનને સ્લો કરી રહી છે.

  • ફોનની સેટિંગમાં જઈને સ્ટોરેજ અથવા મેમરીને ટેપ કરો.
  • અહિં તમને દેખાશે કે, કઈ એપ સૌથી વધુ મેમરી યુઝ કરે છે. આ લિસ્ટમાં સંગ્રહ કરેલ એપ જ તમને દેખાશે.
  • મેમરીને ટેપ કર્યા બાદ મેમરી યૂઝ્ડ બાઈ એપ્સમાં જાઓ.
  • હવે તમે દેખાતા લિસ્ટમાં App Usage of RAM ચાર ભાગમાં, 3 કલાક, છ કલાક, 12 કલાક અને એક દિવસમાં જોવા મળશે. આની મદદથી તમે જાણી શકશો કે કઈ એમ કેટલો રેમ યુઝ કરી રહી છે.

આ લિસ્ટમાં જોઈને તમે ન ઉપયોગમાં લેવાતી એપને ડિલીટ કરી શકે છે કે પછી તેને અનઈન્સ્ટોલ કરી શકો છો. સાથે જ ઘણી જાણિતી એપનું નાંનુ વર્ઝન ડાઉનલોડ કરવાનું ઓપ્શન પણ તમારી પાસે છે, જે ઓછું સ્ટોરેજ અને ઓછી રેમ યુઝ કરે છે. આવી રીતે તમે સ્માર્ટફોનની પ્રોસેસિંગ સ્પીડ વધારી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter