GSTV

ફેક્ટ ચેક / શું કોરોનાના કારણે ફરીથી બંધ થઈ રહી છે શાળા-કોલેજો, જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ

કોરોના

Last Updated on September 13, 2021 by Bansari

દેશ કોરોનાની બીજી લહેરમાંથી હજુ સુધી નિકળી શક્યો નથી, પરંતુ ફરી એક વખત સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં લોકોની ટેન્શન વધવા લાગી છે. તેઓ એ વાતને લઇને ચિંતિત છે કે કોરોનાના વધી રહેલા કેસો કોરોનાની ત્રીજી લહેરના સંકેત તો નથી ને? લાંબા સમય પછી શાળા-કોલેજો ખુલી છે. સામાન્ય જીવન જન-જીવન પાટા પર ધીમે-ધીમે પરત ફરી રહ્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલાનો સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની ત્રીજી લહેરના કારણે 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ બંધ કરવામાં આવી રહ્યા છે. PIB ફેક્ટ ચેકની ટીમે આ દાવાની તપાસ કરી હકીકત જણાવી છે.

વાયરલ સ્ક્રીન શોટ કોઇ ટીવી ચેનલનો છે. જેમા લખ્યું છે કે શાળા ખુલતા જ વિદ્યાર્થી-શિક્ષક કોરોના સંક્રમિત. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની કોઇ બેઠકની તસવીર છે. બ્રેકિંગ ન્યૂઝ કહી આગળ લખ્યું છે કે તમામ શાળા 30 સપ્ટેમ્બર સુધી બંધ. પછી નીચે લખ્યું છે કે ત્રીજી લહેરનો કોહરામ, એક સાથે 50,000 બાળકો કોરોના સંક્રમિત થયા, શાળા કોલેજો બંધ.

શું છે હકીકત?

PIBએ આ દાવાને ફગાવી દીધો છે. PIB મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. શાળા-કોલેજ ખોલવા તથા બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. સાથે જ PIBએ જણાવ્યું કે આ પ્રકારના ફેક મેસેજ તથા તસવીરોને શેર ન કરો.

કોરોના

ભારતમાં કોરોનાના કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૫૯૧ નવા કેસો નોંધવામાં આવ્યા છ. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૨,૩૬,૯૨૧ થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ ૯૭.૫૧ ટકા થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.

જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૩૩૮ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૨,૬૫૫ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩,૮૪,૯૨૧ થઇ ગઇ છે. જે કુલ કેસોના ૧.૧૬ ટકા થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૬૫૯૫ કેસોનો ેઘટાડો થયો છે.

કોરોના

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૫,૩૦,૧૨૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૪,૧૮,૦૫,૮૨૯ થઇ ગઇ છે. દૈનિક પોઝિટિવ રેટ ૧.૮૭ ટકા રહ્યો છે. જે છેલ્લા ૧૩ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૧૭ ટકા રહ્યો છે. જે છેલ્લા ૭૯ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૩૮ લોકોના મોત થયા છે. જે પૈકી ૧૮૧ મોત કેરળમાં અને ૩૫ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૪૨,૬૫૫ લોકોનાં મોત થયા છે. જે પૈકી સૌથી વધુ ૧,૩૮,૦૯૬ મોત મહારાષ્ટ્રમાં થયા છે.

આ સાથે કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૭૪ કરોડને પાર થઇ ગઇ છે. છ રાજ્યો સિક્કિમ, દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ અને લક્ષદ્દીપમાં તમામ પુખ્ત વયના લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

Related posts

IPL 2022 Retention / આઈપીએલમાં આ ખેલાડીની થઈ ગઈ ચાંદી, 40 ગણી વધી ગઈ પ્રાઇઝ

Zainul Ansari

રશ્મિ દેસાઈ પર લાગ્યો Big Boss કન્ટેસ્ટન્ટને ‘ખોટી રીતે ટચ’ કરવાનો આરોપ, જાણો શું છે સત્ય

Pritesh Mehta

ટવીટરના નવા સીઈઓએ આવતાની સાથે જ પોલિસીમાં કર્યા બદલાવ, ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર થશે કાયદાકીય કાર્યવાહી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!