GSTV
Gujarat Government Advertisement

PoK પર ભારત ક્યારે મેળવશે કબ્જો? રાજનાથ સિંહે કહી આ મોટી વાત

Last Updated on May 30, 2020 by Mansi Patel

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ PoKને ભારતનું અભિન્ન અંગ જણાવતા કહ્યું છે કે નિકટના ભવિષ્યમાં તેના પર દેશનું નિયંત્રણ થવાની સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહીં. રાજનાથ સિંહે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબ્જાવાળું કાશ્મીર(PoK ) ભારતનો હિસ્સો છે. ભારતના લઘુમતીઓને પાકિસ્તાન દ્વારા ભડકાવવા અંગે તેમણે કહ્યું કે પાડાશી દેશે તેનાથી દૂર રહેવું જોઇએ.

સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહીં

રાજનાથ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે નકશામાં ફેરબદલ બાદ હવે હવામાન બુલેટીનમાં સામેલ થનારા PoK પર શું ભારતનું નિયંત્રણ સંભવ છે. તો રાજનાથ સિંહે જવાબ આપ્યો કે કોઇ પણ સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહીં. ક્યારે શું થશે તે કહી શકાય નહીં.. LOC પર પાકિસ્તાન તરફથી થઇ રહેલા યુદ્ધવિરામ ભંગ અંગે રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સરકારનું વજૂદ કદાચ ભારતના વિરોધ પર ટકેલું છે.

ચીન સાથેનો વિવાદ વહેલી તકે ઉકેલાશે

પરંતુ ભારત LOC પર પાકિસ્તાની ગોળીબારનો જવાબ આપતા રહીશું. સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક તેના માટે પાકિસ્તાને મજબૂર કર્યા નહીં તો તેની નોબત ન આવી હોત. ચીન સાથેના તણાવ પર રાજનાથ સિંહે જણાવ્યું કે આશા છે કે ચીન સાથેનો વિવાદ વહેલી તકે ઉકેલી લેવામાં આવશે. બંને દેશની વચ્ચે સેના અને ડિપ્લોમેટીક સ્તરે વાતચીત ચાલી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!