GSTV

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

ચીનની લેબમાં જ કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ થયો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે.  કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 1 હજાર 800થી વધુ લોકોના મોત થયા છે. ચીનની સરકારી સાઉથ ચાઈના યુનવર્સિટી ઓફ ટેકનોલોજીના જણાવ્યા પ્રમાણે વુહાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલમાં આવા વાઈરસનો જન્મ થયો હોઈ શકે છે.

કારણ છે કે આ લેબમાં એવા જાનવરોને રાખવામાં આવતા હોય છે જેના દ્વારા આવી બીમારીઓ ફેલાતી હોય છે. જોકે, લેબમાં 605 ચામાચીડિયા રાખવામાં આવ્યા હતા. જેનાથી કોરોના ફેલાવાની આશંકા છે. આ ખતરનાખ કોરોના વાઈરસે આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. ઘણાં દેશોના વૈજ્ઞાનિકો તેના ઉપાય શોધવામાં વ્યસ્ત છે પરંતુ તેમને હજી સુધી કોઈ સફળતા મળી નથી. આ સ્થિતિમાં, સવાલો ઉભા થઈ રહ્યા છે કે તો પછી આ કોરોના વાયરસ આવ્યો  ક્યાંથી?

સરકારે કરોડોની ચલણી નોટો નષ્ટ કરવાનો કર્યો નિર્ણય

ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નોટો દ્વારા વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. નોટ એક હાથથી અન્ય હાથોમાં સતત આવતી જતી હોય છે, જેથી આ ચિંતા સ્વાભાવિક છે.

ચીનની સરકારે નક્કી કર્યું છે કે વાયરસને ફેલાતો અટકવવા માટે કોઈપણ ભોગે તમામ ચલણી નોટ્સને નષ્ટ કરવી પડશે. ચીનની સેન્ટ્રલ બેન્કના ગુઆંગઝોઉ બ્રાન્ચના ચીફ મેનેજરે જણાવ્યું હતું કે બજારમાંથી અત્યારસુધી આવેલ તમામ નોટ્સને નષ્ટને કરી દેવામાં આવશે. બીજી તરફ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ તમામ નોટ્સનો નાશ કરી દેવાનો આદેશ આપી દીધો છે.

કેટલી ચલણી નોટોનો નાશ કરાશે ?

ચીનની સેન્ટ્રલ બેન્કનાં ડેપ્યુટી ગર્વનર ફેન યિફેયીએ કહ્યું હતું કે 17 જાન્યુઆરીથી અત્યાર સુધી સેન્ટ્રલ બેંકે 600 અબજ યુઆનની નવી નોટ્સ જારી કરી છે જેમાંથી 4 અબજ યુઆન (આશરે રૂ.28,581 કરોડ) ફકત વુહાનમાં મોકલવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે કોરોના વાયરસ વુહાનથી ફેલાયો છે અને ત્યાંજ તેના સૌથી વધુ સંક્રમિત લોકો છે. બજાર સાથે જોડાયેલ જાણકારોનું કહેવું છે કે વુહાન અને ચીનના દક્ષિણી રાજ્યોમાં આશરે રૂ.84,321 કરોડના મૂલ્યની નોટ્સ મોકલવામાં આવી છે. આ તમામ નોટ્સ નષ્ટ કરી દેવાશે. 

સેન્ટ્રલ બેન્કનું કહેવું છે કે અગાઉથી જ બજારમાં જે નોટ્સ સર્ક્યુલેશનમાં છે તેને જ નષ્ટ કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં જે નોટ બજારમાં મોકલવામાં આવી તે પરત મંગાવવામાં આવશે. ત્યારબાદ તેને જમા કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા સાફ કરવામાં આવશે. 14 દિવસ સુધી તે નોટ્સને કવારંટીનમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેને વાયરસની તપાસ કરીને સુરક્ષિત કરાયાં બાદ તેને બજારમાં મોકલવામાં આવશે.  

આ બાબતો વચ્ચે વાયરસથી આતંકિત લોકોને નોટ્સની તંગી થવાની ચિંતાએ પણ ઘેરી લીધા છે. લોકોનું કહેવું છે કે આટલાં મોટા પ્રમાણમાં નોટોને નષ્ટ કરવાથી બજાર પર અસર પડી શકે છે અને તેમને પણ ખરીદારી અને લે વેચમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જોકે બેંકોના મેનેજર્સ અને સરકારી અધિકારીઓનું કહેવું છે કે તે કોઈ જોખમ લઇ શકતાં નથી. લોકોની સુરક્ષા માટે નોટોને નષ્ટ કરવી જરૂરી છે. બાદમાં નવી ચલણી નોટો જારી કરવામાં આવશે. 

Read Also

Related posts

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

કોરોનાવાયરસનો કહેર: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકો માટે કરી આ જાહેરાત

pratik shah

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

Karan
Do NOT follow this link or you will be banned from the site!