GSTV

ઘરની આ દિશામાં ન ઉતારવા જૂતા ચપ્પલ, થશે અણધાર્યા નુકસાન

Last Updated on May 6, 2019 by Bansari

ઘરમાં વાસ્તુનું સૌથી વધારે મહત્વ હોય છે. લોકો ઘર બનાવતી વખતે પણ વાસ્તુના નિયમોનું વિશેષ ધ્યાન રાખે છે. આધુનિક સમયમાં પણ લોકો વાસ્તુમાં વિશ્વાસ રાખે છે. વાસ્તુ પાછળ માન્યતા છે કે દિશાઓ અને ઘરના દરેક ભાગમાં ઉર્જાનો વાસ હોય છે. આ ઉર્જાના આધારે જ વ્યક્તિના જીવનના સુખ દુખ નક્કી થાય છે.

જે ઘરમાં વાસ્તુ બરાબર હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ રહે છે. પરંતુ જ્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે ત્યાં તકલીફો અપાર આવે છે. આવા ઘરમાં લક્ષ્મીનો વાસ પણ થતો નથી. ઘરનું વાસ્તુ બરાબર રહે તે માટે જરૂરી છે કે ઘરની દરેક વસ્તુ તેની યોગ્ય દિશામાં રહે. જ્યારે વસ્તુઓ અયોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તે ઘરમાં અશાંતિ વધારે છે. 

આવી જ એક વસ્તુ છે જૂતા ચપ્પલ, ઘરમાં પ્રવેશ કરવાની ઉતાવળના કારણે લોકો જૂતા ચપ્પલ જેમતેમ ઉતારી દેતા હોય છે. પરંતુ આ આદત નુકસાનકારક છે. જૂતા ચપ્પલ બરાબર રીતે ઉતારવા જોઈએ. જો જૂતા ચપ્પલ જ્યાં ત્યાં ઉડતા હશે તો ધન હાનિ પણ થાય છે. ઘરની બહાર શૂ રેક પણ રાખો તો તેને પૂર્વ કે ઉત્તર દિશામાં ન રાખવું. આ ઉપરાંત ઘરમાં ધૂળ માટીવાળા ચપ્પલ પહેરીને પ્રવેશ કરવો નહીં. ઘરમાં આવતાં પહેલા પગ અને ચપ્પલ સાફ કરી લેવા જોઈએ. ઘરમાંથી વધારાના અને તુટેલા ફાટેલા જૂતા ફેંકી દેવા જોઈએ. 

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!