GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

માવા મલાઈ ખાતો ડૉક્ટર સેલ ક્યાં, લોકસેવાની વાતો કરતા ભાજપના મોરચાઓને પણ કોરોનાની લાગી બીક

કોરોના મહામારી ચાલી રહી છે આવા સમયે લોક સેવા અને સેવા યજ્ઞની વાતો તો ભાજપ દ્વારા કરવામાં આવી પણ પ્રદેશ બીજેપીના અલગ અલગ મોરચા નિષ્ફળ રહ્યા છે. નેતાઓએ ટ્વીટ કર્યા અને ફોટો પડાવ્યા વિડીયો કોંફ્રરન્સના માધ્યમથી મિટિંગો ચોક્કસ કરી પણ જમીની સ્તર પર નિષફળ રહ્યા છે, જો ડૉક્ટર સેલ ધારે તો ચોક્કસ મહામારીમાં લોકોની સેવામાં આવી શક્યું હોત.

ઓફિસોમાં બેસીને ઓનલાઈન કામગીરી કરી

ભાજપ દ્વારા સેવા કાર્યની વાતો તો કરવામાં આવી, પણ આ મહામારીના સમયમાં જ ભાજપના મોરચા સેવા કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપના નેતાઓએ જ આલીશાન બંગ્લાઓ કે, ઓફિસોમાં બેસીને ઓનલાઈન કામગીરી કરી છે, તો સામાન્ય કાર્યકર તો બહાર નીકળે એનો કોઈ સવાલ નથી. સેવાની વાતો કરતા બધા જ ભાજપના મોરચાઓ ઘરમાં પૂરાઈ ગયા છે.

જાહેર વાહન વ્યવહાર પણ બંધ

હાલમાં કોરોનાના કારણે સરકારી હોસ્પિટલો ભરચક છે. આવામાં લોકોને અન્ય રોગ મટે યોગ્ય સારવાર મળતી નથી. લોકડાઉન છે લોકોને પોલીસ બહાર નીકળવા દેતી નથી આવામાં લોકોને સરકારી સારવાર માટે લોકોને દૂર દૂરથી હોસ્પિટલ પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે જાહેર વાહન વ્યવહાર પણ બંધ હોવાથી લોકો પહોંચી શકતા નહોતા. ખાનગી હોસ્પિટલો પણ લગભગ બંધ હતી આવા સમયર જો ભાજપ ડૉક્ટર સેલ અને પ્રદેશ સંગઠન ધારે તો લોકોની સેવા કરી શકી હોય.

ભાજપે સદસ્યતા અભિયાન ચલાવ્યું

આવી મહામારી આવી ત્યારે સેવાકીય સંગઠનો મેદાને આવતા હોય છે, પણ ભાજપ ડૉક્ટર સેલ ક્યાંય દેખાયો નહિ. જો ધાર્યું હોત તો ડૉક્ટર સેલ અને યુવા મોરચો એક સાથે મળીને જાહેર આરોગ્ય કેમ્પ કે, લોક સેવા માટે ટેબલ લગાવીને પણ લોકોના નિદાન કરી શક્યા હોત. થોડા સમય અગાઉ ભાજપે સદસ્યતા અભિયાન ચલાવ્યું, ત્યારે શહેર અને રાજ્યના નામી ડૉક્ટરોને ભાજપમાં જોડાયા હતા પણ એ પૈકીના એકપણ ડૉક્ટર કે ભાજપના ડૉક્ટર સેલ દ્વારા શહેર તો ઠીક પણ ગ્રામીણ વિસ્તારમાં પણ સેવા પ્રવૃત્તિ કરી શક્યું હોય પણ એ પ્રકારનું કાંઈ જ દેખાયું નહિ.

કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યા છે

વ્યવસ્થા માટે યુવા મોરચો અને સારવાર માટે ડૉક્ટર સેલ કામે લાગ્યું હોત તો, આજે લોકોને જે હાલાકીનો સામનો કરવો પડ્યો પણ, એ કદાચ ના કરવો પડ્યો હોત. તો સરકારી હોસ્પિટલના અત્યારે મોટા પ્રમાણમાં કોરોનાને દર્દી સારવાર લઈ રહ્યા છે આવામાં અન્ય રોગ મટે સ્ટાફની અછત સર્જાઈ રહી છે. ત્યારે ડૉક્ટર સેલના એક પણ ડૉક્ટર સરકારી હોસ્પિટલના સેવા આપવા પણ ગયા નથી. સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે, ભાજપમાં રહેલા ડૉક્ટરોએ ટ્વીટ કર્યા અને ઝૂમ એપ પર બેઠકોમાં હિસ્સો લીધો એના બદલે લોકોનું સ્વસ્થ સુધરે અને સેવા થાય એ પ્રવૃત્તિ કરી હોત તો, ખરા અર્થમાં માનવ સેવા થઈ હોત.

READ ALSO

Related posts

સુરત : સ્મશાન ગૃહમાં કલાકોનું વેઇટિંગ બોલાતા પરિવાજનો અંતિમવિધિ વિના સ્વજનની લાશ અન્ય સ્મશાને લઈ ગયા

Nilesh Jethva

કોરોનાને નાથવા માટે ભારતમાં થઈ રહ્યો છે આ 6 દવાનો ઉપયોગ, જાણો કઈ કિંમતે મળશે

Pravin Makwana

આ ખાનગી સ્કૂલે હજારો વિદ્યાર્થીઓની ફી કરી માફ, કોઈ વિદ્યાર્થીના પિતાનું અવસાન થાય તો ધો-10 સુધીનો ખર્ચ શાળા ઉઠાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!