GSTV

મગફળીનું કૌભાંડ થતાં ક્યાંથી અટકે કારણકે રખેવાળ જ નીકળ્યો ચોર

Last Updated on August 4, 2018 by

વાડ જ ચીભડા ગળે. આ કહેવત તો તમે સાંભળી હશે. અને આ કહેવતને મગફળી કૌભાંડે ચરિતાર્થ કરી છે. જેના પર મગફળી સાચવવાની જવાબદારી હતી તે સૌરાષ્ટ્ર ઝોન વેરહાઉસિંગના મેનેજર અને ફરિયાદી મગન ઝાલાવડિયા જ આરોપી નીકળ્યો. મેનેજર મગન ઝાલાવડીયાની રહેમનજર હેઠળ જ મગફળીમાં માટી અને ધૂળ મેળવી કૌભાંડ આચરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે.

મગફળી કૌભાંડમાં પોલીસે કૌભાંડીઓને સકંજામાં તો લીધા. પરંતુ તમામ આરોપીઓમાં ઉડીને આંખે વળગે તેવું એક નામ હોય તો તે છે સૌરાષ્ટ્ર ઝોનના વેર હાઉસિંગના મેનેજર મગન ઝાલાવડીયા. કેમકે મગન ઝાલાવડીયાએ જ જેતપુર પોલીસ સ્ટેશનમાં મગફળી કાંડ મુદ્દે ફરિયાદ દાખલ કરી હતી.પરંતુ પોલીસની તપાસમાં ફરિયાદ દાખલ કરનાર ફરીયાદી જ આરોપી નીકળ્યો.

મગફળી કૌભાંડ સામે આવ્યા બાદ સરકાર તરફથી મગફળીકાંડ મુદ્દે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપવામાં હોવા છતાં મગન ઝાલાવડીયાએ ફરિયાદ દાખલ કરાવવામાં ઠાગાઠૈયા કર્યા. એટલું જ નહીં ફરિયાદીએ તપાસ વખતે હોબાળો મચાવતા પોલીસને તેના પર શંકા ગઇ હતી.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!