પૃથ્વીને ગરમીથી બચાવવા માટે યુરોપિયન યુનિયને 2019માં વચન એક આપ્યું હતું. જમાં તેણે કહ્યું કે 2050 સુધીમાં વિશ્વના પહેલાં ક્લાઇમેટ ન્યુટ્રલ મહાદ્રીપ બનવાનું આ વચન આપ્યું હતું. યુરોપિયન યુનિયનના નેતાઓ કોરોના રોગચાળા,યુક્રેન યુદ્ધ અને એનર્જી સંકટ હોવા છતાં, યુરેપિયન યુનિયનના નેતાઓ પ્રદૂષણ ઓછા કરાવા માટેની નીતિઓ પર દબાણ કરી રહ્યા હતા. બીજી બાજુ બર્લિનમાં ક્લાઇમેટ થિંક ટેન્ક E3Gના સમિક્ષકે કહ્યું કે “કોરોનાને કારણે ગ્રીન ડીલ પુરી નથી થઇ,પરંતુ તેણે તેને વધુ મજબૂત બનાવ્યું છે.” તેમણે વધુમા કહ્યું કે જો યુરોપ તેની અર્થવ્યવસ્થાને ઇકો ફ્રેન્ડલી બનાવે છે તો તે અમેરિકા અને ચીન જેવા દેશો માટે એક સીખ હશે. આ આફ્રિકા અને એશિયાના મોટા દેશોમાં પણ સંદેશ જશે કે યુરોપના ઉત્સર્જન કરનારાઓ ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે ગંભીર છે. નોંધનીય છે કે ઇયુએ 1990 થી અત્યાર સુધી તેના ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં લગભગ 30 ટકા જેટલો ઘટાડો કર્યો છે. હવે યુરોપીયન સંઘ આ દાયકાના અંત સુધીમાં ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનને 57 ટકા ઘટાડવા માંગે છે.

યુરોપિયન યુનિયન તેમની ઉર્જા સ્ત્રોતોના 22 ટકા હિસ્સો રિન્યૂઅબલ એનર્જીના સ્ત્રોતોથી પુરો કર્યો હતો અને ઇયુએ 2030 સુધીમાં 40 ટકા રિન્યૂઅબલ એનર્જી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્ય નક્કી કર્યા પછી રશિયા-યુક્રેન યુદ્ધ શરૃ થઇ ગયુ હતુ. ઉર્જા સંકટ વચ્ચે યુરોપિયન યુનિયનએ રિન્યૂઅબલ એનર્જીના લક્ષ્યાંકને પાંચ ટકાથી વધારીને 45 ટકા કરી દીધી હતી. બીજી બાજુ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનના 10 ટકા ખેતી માટે યુરોપિયન યુનિયન જવાબદાર છે.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર