એચઆઇવી/એડ્સ એક જીવલેણ બીમારી છે, જેનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. એચઆઇવીથી સંક્રમિત થયેલ પીડિત જીવનભર આ વાયરસથી પીડિત થઈ જાય છે. જોકે નિષ્ણાતોએ એચઆઇવીથી બચવાના ઉપાય બતાવ્યા છે. ત્યાં એડ્સ દર્દી માટે કેટલીક દવાઓ પણ છે, જેના દ્વારા રોગની જટિલતાને ઓછું કરી શકાય છે. એડ્સને લઈને ઘણી મિથક અને ખોટી જાણકારી પણ વ્યાપ્ત છે, જેને દૂર કરવી અને એચઆઇવી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે દુનિયાભરમાં વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે.

આ દરમિયાન લોકોને જાણકારી આપવામાં આવે છે કે એડ્સને લઈને વધારે ગભરાવાની જરૂર નથી. આ બીમારીમાં સરેરાશ ઉંમર ભલે ઓછી થઈ જાય છે પરંતુ પીડિત સામાન્ય જીવન જીવી શકે છે. એડ્સ પ્રત્યે જાગૃતી અને બચાવ ની જાણકારી હોવાની સાથે એ પણ ખબર હોવી જોઈએ કે એચઆઈવીનો ઇતિહાસ શું છે.
એચઆઈવી/એડ્સનો ઇતિહાસ
એચઆઇવીની શરૂઆત પ્રાણીઓથી થઈ. જાણકારી અનુસાર, સૌથી પહેલા 19મી સદીમાં આફ્રિકામાં ખાસ પ્રજાતીના વાંદરોમાં એડ્સનો વાયરસ મળી આવ્યો હતો. વાંદરાઓથી આ બીમારીનો પ્રસાર માનવી સુધી થયો. આફ્રિકામાં વાંદરા ખાવામાં આવતા હતા. એવું માનવામાં આવ્યું કે માનવીમાં વાંદરા ખાવાના કારણે વાયરસ આવ્યો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, 1920માં આફ્રિકાના કાંગોમાં એચઆઇવી સંક્રમણનો પ્રસાર થયો. 1959માં એક વ્યક્તિના લોહીના નમૂનામાં સૌથી પહેલા એચઆઈવી વાયરસ મળી આવ્યો. આ સંક્રમિત વ્યક્તિને એચઆઇવીનો સૌથી પહેલો દર્દી ગણવામાં આવે છે. કાંગોની રાજધાની કિંશાસા યૌન ટ્રેડનું કેન્દ્ર હતું. એટલા માટે દુનિયાના ઘણા દેશો સુધી યૌન સંબંધો દ્વારા એચઆઇવીનો ફેલાવો થયો હતો.
એડ્સનું આખું નામ
પહેલીવાર એડ્સની ઓળખાણ 1981માં થઈ હતી. લૉસ એન્જેલિસના ડૉક્ટરે પાંચ દર્દીઓમા જુદી-જુદી રીતના નીમોનિયાને ઓળખ્યા. આ દર્દીઓની રોગ પ્રતિરોધક ક્ષમતા અચાનક નબળી પડી ગઈ હતી. જોકે પાંચો દર્દી ગે હતા. એટલામાટે ડૉક્ટરને લાગ્યું કે આ બીમારી માત્ર ગેને જ થાય છે. એટલા માટે આ બીમારીને ‘ગે રિલેટેડ ઇમ્યુન ડિફિશિએંસી’ (ગ્રીડ) નામ આપવામાં આવ્યું છે. પરંતુ પછી બીજા લોકોમાં પણ આ વાયરસ મળી આવ્યો, ત્યારે પછી 1982માં અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનએ આ બીમારીને એડ્સ નામ આપ્યું.
READ ALSO
- મેનોપોઝ પછી ખાસ જરુરી છે કેલ્શિયમ, નહી તો હાંડકા તૂટવાનો ભય વધી શકે છે
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત