GSTV

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Last Updated on August 5, 2021 by Zainul Ansari

ખરેખર તો ચીનના અટકચાળાથી એવું પ્રતીત થાય છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરવાથી વિશેષ તેને કોઇ રસ નથી અને ભવિષ્યમાં પણ તે પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ ત્યાગવા તૈયાર થાય એવું લાગતું નથી. હકીકત એ છે કે ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે. 1988થી અત્યાર સુધીના ભારતના બધા જ વડાપ્રધાનોનાના શાસન ચીન સાથે અનેક વખત સમજૂતી થઈ છે. પરંતુ ખાસ કંઈ ઉકળી શક્યું નથી.

ચીન સૈન્ય તાકાતના જોરે એશિયામાં પોતે બોસ છે એવું જતાવવા માંગે છે. ચીન સાથેના સંબંધોમાં શાંતિની શરૂઆત નેવુંના દાયકાથી થઇ. જોકે ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો પાયો ૧૯૮૮માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના ચીનપ્રવાસ દરમિયાન નંખાયો હતો. ૧૯૯૩માં તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ ચીનની મુલાકાતે ગયા ત્યારે ચીનના પ્રીમિયર લી પેંગ સાથે મેન્ટેનન્સ ઓફ પીસ એન્ડ ટ્રાન્ક્વિલિટી સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં. એ પછી ચીની રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિન ૧૯૯૬માં ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા અંગે એક વધારે સમજૂતિ થઇ. એ વખતે ભારતના તત્કાલિન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ આ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં.

વર્ષ ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે સરહદી વિવાદને લઇને સ્પેશ્યલ રિપ્રેઝન્ટેટિવ લેવલનું મિકેનિઝમ તૈયાર કર્યું. એ પછી મનમોહન સિંહની સરકાર દસ વર્ષ શાસનમાં રહી ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫, ૨૦૧૨ અને ૨૦૧૩માં સરહદ વિવાદ અંગે સંવાદ આગળ વધારવા માટે ત્રણ સમજૂતિઓ થઇ. હાલના વિદેશ મંત્રી એસ. જયશંકર એ વખતે ચીનમાં ભારતના રાજદૂત હતાં.

૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૧૮ વખત મળી ચૂક્યાં છે. પીએમ મોદી પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે. ૨૦૧૮ના એપ્રિલમાં ચીનના વુહાન ખાતે બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક મુલાકાતની શરૂઆત થઇ હતી. એ પછી વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મહાબલિપુરમમાં અનૌપચારિક મુલાકાત થઇ હતી. જોકે હાલ બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એનાથી બંને નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો ઉપર પાણી ફરી વળ્યું છે

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!